સમભાવ ગ્રુપના વીટીવી–ટોપ એફએમ દ્રારા આયોજિત રાજકોટ ખાતે આયોજિત એવોર્ડ સેરેમનીમાં આજકાલ દૈનિકને મોસ્ટ પ્રોગ્રેસિવ નંબર–૧ ઇવનિંગ દૈનિકનો એવાર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સેરેમનું ગોંડલ રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી રાઘવજીભાઈ પટેલએ અતિથિ વિષેશ તરીકે સ્થાન શોભાવ્યું હતું.આજકાલ પરિવાર વતી એવોર્ડ ટ્રોફી અને સન્માન પત્ર આજકાલના જનરલ મેનેજર અતુભાઇ જોષીને મુંબઈ સીડસના પીન્ટુભાઇ પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. એવોર્ડ સેરેમનીમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આજકાલ દૈનિક તાજેતરમાં જ અખબારી આલમમાં સફળ પત્રકારત્વના ૨૪ વર્ષ ગર્વભેર પુરા કરી સિલ્વર જયુબેલી ૨૫માં વર્ષમાં પ્રેવશ કર્યેા છે. ગુજરાતનું એક માત્ર એવું નંબર–૧ સાંધ્ય દૈનિક છે કે જે, રાજકોટ, જામનગર, પોરબંદર, ભાવનગર,અમદાવાદ મળી પાંચ આવૃત્તિ થકી લાખો વાંચકો સુધી પહોંચ્યું છે. ડિજિટલ યુગની શઆત પૂર્વે ટેકસટ મેસેજના સમયમાં બ્રેકીંગ ન્યુઝની પહેલ આજકાલ દ્રારા શ કરવામાં આવી હતી અને આજે સૌથી ઝડપી અને સચોટ બ્રેકીંગ ન્યુઝ ક્ષણભરમાં લાખો લોકો સુધી પહોંચાડવામા માટેનું એક વિશ્વાસ પાત્ર માધ્યમ બન્યું છે.
માત્ર અખબારી ક્ષેત્રે જ નહીં સમયની સાથે ટેકનોલોજીના ઝડપી યુગમાં આજકાલનું ડીઝીટલ પ્લેટફોર્મ (વોટસએપ,ફેસબુક, યુ–ટુબ, ઇન્સ્ટાગ્રામ)ના માધ્યમથી દેશ–વિદેશના સીમાડાઓ વટાવી ન્યૂઝનો ફેલાવો કરી રહ્યું છે. પ્રજા પ્રહરીની સાથે સાથે આજકાલ સામાજિક દાયિત્વની ફરજ બખૂબી નિભાવી રહ્યું છે. સતત ૧૨ વર્ષથી પારિવારિક માહોલમાં ગરબા એટલે આજકાલ ગરબા જાણીતા બન્યા છે. સાથે સાથે ખેલૈયાઓએ રાજકોટના નંબર–૧ ગરબાનું બિદ પણ આજકાલની આપ્યું છે, માતા–પિતા વિહોણી દીકરીઓના સમુહલનું ભવ્ય આયોજન કરી કરીવાર સાથે દીકરીઓને સાસરે વળાવવાનું પુણ્યશાળી કામ આજકાલ દ્રારા કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર મહિલાઓ અને સમાજમાં કાંઈક અનોખી સેવા પ્રદાન કરનાર મહિલાઓને નવજવા માટે આજકાલ દ્રારા વુમન્સ–ડેનું આયોજન કરવામાં આવે છે. આમ ૨૪ વર્ષના કાર્યકાળ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો કરી આજકાલ દૈનિક પોતાની અનોખી ભાત પાડી રહ્યું છે. આજકાલ દૈનિકને મોસ્ટ પ્રોગ્રેસિવ નંબર–૧ ઇવનિંગ દૈનિકનો એવાર્ડ એનાયત કરવા બદલ આજકાલના એમડી ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજીગં એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઇ બાટવા દ્રારા સમભાવ ગ્રુપનો હૃદયપૂર્વકનો આભાર વ્યકત કર્યેા હતો.સમભાવ ગ્રુપના વીટીવી–ટોપ એફએમ દ્રારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ કેટેગરીમાં બેસ્ટ પરફોર્મન્સ આપનાર બોમ્બે સુપર સીડસ, વાસુકી ગ્રુપ, ઠાકરશી ચા, રાજાણી ચા, ધરતી એગ્રો, એમ ટેક પમ્પ સહિત વ્યાપાર–ઉધોગ સાથે સંકળાયેલા પ્રતિિતોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech