બીકાનેર હાઉસ સહિત પાંચ ભારતીય હેરિટેજ સાઇટ્સને યુનેસ્કો દ્વારા એવોર્ડ

  • December 23, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીમાં બિકાનેર હાઉસ, પંજાબમાં રામબાગ ગેટ-વોલ્સ અને હરિયાણામાં ચર્ચ ઓફ ધ એપિફેની સંબંધિત હેરિટેજ સંરક્ષણ પ્રોજેક્ટ્સને યુનેસ્કો પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. સાંસ્કૃતિક વારસો સંરક્ષણ શ્રેણીમાં આ વર્ષના યુનેસ્કો એશિયા-પેસિફિક પુરસ્કાર માટે ભારત, ચીન અને નેપાળમાંથી 12 પ્રોજેક્ટ પસંદ કરવામાં આવ્યા હતા.

આ સાથે ભારતમાં અન્ય બે પ્રોજેક્ટ્સમાં મુંબઈમાં ડેવિડ સાસૂન લાઇબ્રેરી-રીડિંગ રૂમ અને કેરળમાં કુન્નમંગલમ ભગવતી મંદિરના કર્ણિકા મંડપમનો સમાવેશ થાય છે. કર્ણિકા મંડપમને ’અવોર્ડ ઑફ ડિસ્ટિંક્શન’ આપવામાં આવ્યો હતો. યુનેસ્કો બેંગકોકના નિવેદન અનુસાર પંજાબના રામબાગ ગેટ અને રેમ્પાટ્ર્સના શહેરી પુનર્જીવનને વારસા અને સર્જનાત્મકતાના સંદર્ભમાં સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે અને ’એવોર્ડ ઓફ એક્સેલન્સ’ એનાયત કરાયો. પંજાબની પીપલ હવેલી અને કાઠમંડુના સિકામી ચેને પરિવર્તનકારી વારસા પ્રથાઓ માટે ’સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વિશેષ માન્યતા’ એવોર્ડ જીત્યો.
મહત્વનું છે કે બેંગ્લોરના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (કેઆઇએ) ના ટર્મિનલ-2ને વિશ્વના સૌથી સુંદર એરપોર્ટમાંથી એક માનવામાં આવતું હતું. તેને યુનેસ્કોના પ્રિક્સ વર્સેલ્સ દ્વારા આંતરિક માટેનું વિશેષ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન મેળવનાર કેઆઇએ એકમાત્ર ભારતીય એરપોર્ટ છે. બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર હરી મારરે જણાવ્યું હતું કે, આ અમારા માટે ગર્વની ક્ષણ છે. તો બીજી તરફ નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે આઠ એકરમાં ફેલાયેલું બિકાનેર હાઉસ બ્રિટિશ શાસન દરમિયાન બિકાનેરના તત્કાલિન મહારાજાના નિવાસસ્થાન તરીકે બનાવવામાં આવ્યું હતું. આઝાદી બાદ તેને રાજસ્થાન સરકાર દ્વારા ખરીદવામાં આવી હતી. નવીનીકરણ (2014-2015) પછી તે કલા અને સંસ્કૃતિના કેન્દ્રમાં પરિવર્તિત થયું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application