ખંભાળિયા: ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં અવેડાવાડી શાળાની કૃતિ ત્રીજા ક્રમે

  • October 16, 2023 11:28 AM 

ખંભાળિયા તાલુકામાં તાજેતરમાં તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાની વિંઝલપર ગામની મોડેલ સ્કૂલ ખાતે યોજવામાં આવેલા આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ થયેલી કુલ 86 કૃતિઓ પૈકી દેરામોરા ક્લસ્ટરની અવેડાવાડી શાળાની કૃતિએ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન દેરામોરાના સી.આર.સી. કો-ઓર્ડીનેટર ભીખુભાઈ પિંડારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application