વોટસએપમાં પણ હવે આઈફોનની જેમ અવતારનો ઉપયોગ થઇ શકાશે

  • October 18, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વભરમાં લાખો વપરાશકર્તાઓ દ્રારા વોટસએપનો ઉપયોગ કરવામાં આવે છે. વિશાળ વપરાશકર્તા આધાર સાથે, કંપની દરરોજ નવી સુવિધાઓ અને ફેરફારો રજૂ કરતી રહે છે. આ શ્રેણીમાં એક નવા ફેરફાર સાથે, વોટસએપ પર તમારો અનુભવ વધુ સારો બનવા જઈ રહ્યો છે. હવે તમે તમારા વોટસએપ ડીપી માટે અવતારનો ઉપયોગ કરી શકશો અને અવતાર દ્રારા મિત્રોના સ્ટેટસનો જવાબ પણ આપી શકો છો.


વોટસએપના દરેક અપડેટ પર નજર રાખતી એક વેબસાઈટ તરફથી એક લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, વોટસએપ તેના યુઝર્સને તેમના કોન્ટેકટ સ્ટેટસનો જવાબ આપવા માટે ૮ ઈમોજીની સુવિધા આપી રહ્યું છે. અત્યાર સુધી યુઝર્સને સ્ટેટસનો જવાબ આપવા માટે માત્ર ઈમોજીની સુવિધા મળતી હતી. આ સિવાય વોટસએપ યુઝર્સ સ્ટેટસનો જવાબ ટેકસટ દ્રારા આપી શકતા હતા. આ રિપોર્ટમાં સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટમાં હસવું, રડવું, થમ્બ્સ અપ, હાર્ટ જેવા અવતાર જોઈ શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુઝર્સ સ્ટેટસ રિપ્લાય માટે એનિમેટેડ અવતારનો પણ ઉપયોગ કરી શકે છે.વાસ્તવમાં,વોટસએપનું આ ફીચર હાલમાં માત્ર બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે. વોટસએપના એન્ડ્રોઇડ અને આઈઓએસ બીટા ટેસ્ટર્સ નવા અપડેટ સાથે આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. આ ફીચર આગામી દિવસોમાં વોટસએપના અન્ય યુઝર્સ માટે રજૂ કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application