BREAKING NEWS

ભાડા વધારાની માગ સાથે દિલ્હીમાં ૨૧મીથી ઓટો–ટેકસી ડ્રાઇવરની હડતાલ

  • May 19, 2026 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સીએનજીમાં ભાવ વધારાના પગલે ઓટો–ટેકસીમાં ભાડા વધારવા દેવાની માંગણી સાથે રાજધાની દિલ્હીમાં ડ્રાઇવરો યુનિયને ૨૧મીથી ૩ દિવસ સુધી હડતાળનું એલાન આપ્યું છે.આથી આગામી દિવસોમાં, દિલ્હીના સામાન્ય લોકોને ઓફિસો, ઘરો, દુકાનો, રેલ્વે સ્ટેશનો અને મેટ્રો સ્ટેશનો પર આવવા–જવામાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સીએનજીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને ઓટો અને ટેકસી ભાડામાં વધારાની માંગણી સાથે વાણિિયક વાહન ડ્રાઇવરો યુનિયન ત્રણ દિવસની હડતાળ પર જવાનો નિર્ધાર કરી રહ્યા છે. આ હડતાળ ૨૧ મે થી ૨૩ મે સુધી થવાની ધારણા છે. પરિણામે, મુસાફરી માટે ઓટો અને ટેકસી સેવાઓ પર આધાર રાખતા લોકોને નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે દિલ્હીના લેટનન્ટ ગવર્નર તરનજીત સિંહ સંધુ અને મુખ્યમંત્રી રેખા ગુાને લખેલા પત્રમાં પોતાની માંગણીઓ રજૂ કરી. ચલક શકિત યુનિયનના ઉપપ્રમુખ અનુજ કુમાર રાઠોડે જણાવ્યું હતું કે, સીએનજી, પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવોને કારણે, ઓટો–ટેકસી ડ્રાઇવરો તેમના પરિવારોનું ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application