T20 World Cup સેમિફાઈનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાની જીત

  • February 24, 2023 03:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

આઈસીસી મહિલા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૩ની આજે રમાયેલી સેમીફાઈનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો વિજય થયો. આ સાથે ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પહોચ્યુ અને ભારતનું ફાઈનલમાં પહોચવાનું સપનુ રોળાયું.


આજે  ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રથમ બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાએ ૧૭૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતની ટીમ માત્ર ૧૬૭ રન જ બનાવી શકી હતી. એટલે કે ભારત સામે પાંચ રને ઓસ્ટ્રેલિયાની ટીમે સેમિફાઈનલ મેચમાં જીત મેળવી છે અને આ સાથે ફાઈનલમાં પહોચી ગઈ છે.


ભારતીય ટીમની વાત કરીએ તો ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે અડધી સદી ફટકારી હતી. તેમ છતાં ૨૦ ઓવરના અંતે ભારતીય ટીમ ૧૬૭ રન જ બનાવી શકી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ બેથ મૂની અને મેગ લેનિંગની અડધી સદીની મદદથી ભારત સામે 173 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.


વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સપનું ઓસ્ટ્રેલિયાએ ફરી તોડ્યું
પાંચ વખત ટી20 ચેમ્પિયન એવા ઓસ્ટ્રેલિયાએ ટી 20 વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સપનું ફરી વાર તોડી નાખ્યું છે. ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા ટી20ની ફાઈનલમાં આવી ગયું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application