ઓસ્ટ્રેલિયાએ હવે પોતાના દેશમાં માઈગ્રન્ટ્સની વધતી સંખ્યાને લઈને એક મોટું પગલું ભર્યું છે. જે હવે ભારત સહિત અનેક દેશોના વિદ્યાર્થીઓ માટે સમસ્યા બની ગઈ છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાએ તેના સ્ટુડન્ટ વિઝા નિયમો કડક બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, ઓસ્ટ્રેલિયાના વિઝાના નિયમોમાં હવે અંગ્રેજી ભાષાની આવશ્યકતા અને બહારના વિદ્યાર્થીઓ માટે જેન્યુઈન સ્ટુડન્ટ ટેસ્ટ નો સમાવેશ થાય છે. જો આ નિયમોનો ભંગ થશે તો સરકાર પાસે આ શિક્ષણ પ્રદાતાઓને સસ્પેન્ડ કરવાનો અધિકાર રહેશે.
આ વિઝાના નિયમોમાં જેન્યુઈન સ્ટુડન્ટ ટેસ્ટ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. કારણ કે આ વિઝા માત્ર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જ હશે. તેઓ અભ્યાસ પૂરો કયર્િ પછી ઓસ્ટ્રેલિયામાં રહી શકતા નથી. વિઝા સંબંધિત આ ફેરફાર અંગે ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રાલયના મંત્રી ક્લે/ર ઓ’નીલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ સપ્તાહના અંતમાં ઓસ્ટ્રેલિયામાં પ્રવાસન સ્તરને ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે. અમે વારસામાં મળેલી આ નબળી સિસ્ટમને પાટા પર લાવવા માટે કામ કરી રહ્યા છીએ.
અંગ્રેજી ભાષામાં લાવવા પડશે આટલા નંબર
આ નિયમો ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈમિગ્રેશન પર રોક લગાવવા લાવવામાં આવ્યા હતા. આ નવા પેરામીટર્સમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષામાં સારા માર્ક્સ મેળવવા ફરજિયાત છે. ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા માટે આ સ્કોર હવે 6.0 થી વધીને 6.5 થયો છે.
વિદ્યાર્થી વિઝા માટે આ સ્કોર 5.5 થી વધીને 6.0 થશે. જ્યારે યુનિવર્સિટી ફાઉન્ડેશન અથવા પાથવે પ્રોગ્રામના વિદ્યાર્થીઓને આ સ્કોર 5.5ની જરૂર પડશે.
ભારતીયોને શું અસર થશે?
આ મામલે ઓસ્ટ્રેલિયન ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશનના કમિશનર મોનિકા કેનેડીએ જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયન સરકારના ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર જૂલાઈ 2022 થી ફેબ્રુઆરી 2023 વચ્ચે 382,000 સ્ટુડન્ટ વિઝા આપવામાં આવ્યા હતા, જે 2020ની સરખામણીમાં 41.3 ટકા વધુ છે. જાન્યુઆરી-મે 2023માં ઓસ્ટ્રેલિયાએ 47,759 ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા આપ્યા હતા. ઓસ્ટ્રેલિયા ઉપરાંત કેનેડા અને યુકેએ પણ તાજેતરમાં વિઝા નિયંત્રણો લાદ્યા છે. તેથી જો તેઓ વિઝાની જોગવાઈઓના આ નિયમોને કારણે વિઝા મેળવી શકતા નથી તો તેઓ અમેરિકા અને અન્ય યુરોપિયન દેશોનો વિકલ્પ પસંદ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્રેકફાસ્ટમાં ઝડપથી બનાવો ક્રીમી મશરૂમ ટોસ્ટ, સ્વાદ એવો કે બાળકો અને પુખ્ત વયના બંનેને આવશે પસંદ
January 27, 2025 11:45 PMપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત
January 27, 2025 11:43 PMરાજકોટમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦નો જંગ: ટીમ ઇન્ડિયાની નેટ પ્રેક્ટિસ, સુરક્ષા વ્યવસ્થા સઘન
January 27, 2025 11:42 PMકૈલાશ માનસરોવર યાત્રા ફરી થશે શરૂ, બંને દેશોના વિદેશ સચિવોની બેઠકમાં નિર્ણય લેવાયો
January 27, 2025 11:40 PMકોલ્ડપ્લે બેન્ડના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિન પહોંચ્યા મહાકુંભ
January 27, 2025 11:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech