ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવ્યું

  • November 16, 2023 10:31 PM 

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઇનલમાં બોલરોના શાનદાર પ્રદર્શન અને ટ્રેવિસ હેડની ધમાકેદાર અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 3 વિકેટથી હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ 8મી વખત ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં ક્વોલિફાય થયું છે. તેઓ 19 નવેમ્બરે ફાઇનલમાં ભારત સામે ટકરાશે. 


બીજી સેમિફાઇનલ ક્વિન્ટન ડી કોકની છેલ્લી ODI મેચ હતી. તેમણે હાર સાથે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. તેણે વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.


પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકા 49.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ માટે સૌથી વધુ રન ડેવિડ મિલર દ્વારા કરવામાં આવ્યા હતા. તેણે 116 બોલમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 101 રનની સદીની ઇનિંગ રમી હતી. હેનરિક ક્લાસને 48 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 48 રનની ઇનિંગ રમી હતી. તેમણે અને મિલરે 95 (113)ની ભાગીદારી કરી હતી. ગેરાલ્ડ કોએત્ઝીએ 39 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 19 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી. ટ્રેવિસ હેડ અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ લીધી હતી.


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 47.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 215 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટ્રેવિસ હેડે 48 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 62 રનની અડધી સદી ફટકારી હતી. ડેવિડ વોર્નરે 29 (18) રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 1 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. સ્ટીવ સ્મિથે 30 (62) અને જોશ ઇંગ્લિસે 28 (49) રનનું યોગદાન આપ્યું હતું. હેડ અને વોર્નરે પ્રથમ વિકેટ માટે 60 (38) રનની ભાગીદારી કરી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝી અને તબરાઈઝ શમ્સીએ સૌથી વધુ 2-2 વિકેટ લીધી હતી. કાગીસો રબાડા, કેશવ મહારાજ અને એડન માર્કરામને એક-એક વિકેટ મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application