સુપ્રીમ કોર્ટે રાજ્યના બે શહેરોના નામ બદલવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યના ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
અરજદારોએ અગાઉ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અરજદારો હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમને આશા હતી કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમની તરફેણમાં આવશે. જો કે, આવું ન થયું અને કોર્ટે અરજી ફગાવી દીધી અને મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે નામ બદલવું એ સરકારનો અધિકાર છે. તેને ન્યાયિક સમીક્ષાની જરૂર નથી. તમારી વાત સાંભળ્યા બાદ જ હાઈકોર્ટે વિગતવાર આદેશ આપ્યો છે. અમે તેમાં દખલ નહીં કરીએ. અગાઉ 8 મેના રોજ હાઈકોર્ટે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ નિર્ણય કાયદાકીય રીતે સાચો છે. હવે સુપ્રીમ કોર્ટે પણ તેને મંજૂરી આપી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMબાબા સિદ્દીકી હત્યા કેસઃ પુણેમાંથી વધુ 2 આરોપીઓની ધરપકડ, અત્યાર સુધીમાં 18ની ધરપકડ
November 07, 2024 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech