રાજકોટ શહેર પોલીસને પાવરમાં રહેલી એક બ્રાંચની પોલીસ ત્રિપુટીએ લાખોની કિંમતનો પ્રિમીયમ દારૂ ભરેલી ઓડી કાર પકડી પાડી દારૂ લઇને સપ્લાયર રાજસ્થાની, મારવાડી પાસેથી લાખેણો વહીવટ કરી લીધાની વાતે ભારે ચર્ચા જગાવી છે. બીજી તરફ બુટલેગર આલમમાં વહેતી થયેલી ચર્ચા મુજબ એવી પણ એક વાત ઉઠી છે કે, ઓડી કારનો લાખોનો દારૂ કદાચ લોહિયાળ પણ બની શકે.
જે રીતે એકદમ સુરક્ષિત અને કોઇને ગધં ન આવે તે મુજબ લકઝરી ઓડી કારમાં રાજકોટમાં લાખોનો દારૂ આવી રહ્યો હતો અને પોલીસે એ જ કાર પકડીને ઓપરેશન પાર પાડયું તે જોતા દારૂ મોકલનાર, કાર ચલાવનાર અને દારૂ મગાવનાર સિવાય ઓડી કારમાં દારૂ હોવાની કોઇને ગધં સુધ્ધા નોહતી અને સીધી આ કાર જ પકડાઇ અને અંદરનો જ કોઇ ફત્પટયો હોવાની જે તે સમયે સપ્લાયરને શંકા ઉપજી હશે. ગત સાહમાં ઓડી કારમાં આ દારૂકાંડ બહાર ન આવે તે માટે જે તે સમય સપ્લાયર રાજસ્થાની શખસે લાખોનો વહીવટ પર પાડીને બધુ સંકેલાવી નાખ્યું હતું, પરંતુ આ વાત બહાર કેમ આવી તે બાબતે સપ્લાયર સમસમી ગયો હતો.
પાવરમાં રહેલી બ્રાંચને મળેલી ટીપમાં પોલીસ સાથે સંકળાયેલા એક ધંધાર્થી ભત્રીજાએ જ પોલીસને ફત્પટી જઇને ટીપ આપી દીધી હતી અને ઓડી કાર હાથમાં આવી હતી. તેવી વાત વહેતી થઇ છે અને એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, જે રીતે લાખોના દારૂની હેરાફેરી મારવાડી ઉર્ફે શેઠ દ્રારા થઇ રહી છે અને લાખોની કિંમતી કારનો ઉપયોગ થાય છે તે જોતા કદાચ સમગ્ર મામલો ગાંધીનગર સુધી લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ કે સૂત્રો સુધી પણ પહોંચ્યો હોય શકે અને બુટલેગર આલમમાં જો અને તો મુજબ ચાલી રહેલી ચર્ચાઓ કે ઉઠેલી અફવાઓમાં રાજકોટના સુનિયા પર કોઇ સુનામી આવી શકે અને આ દારૂકાંડ કદાચ લોહિયાળ પણ બની શકે. જોકે આ બધુ જો અને તો જેવું હોઇ શકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech