સિકકા ડીસીસી કંપનીના સ્ક્રેપ યાર્ડમાં ચોરીની કોશિષ

  • December 05, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર સામે ફરીયાદ: ટ્રકમાં લાઇમ સ્ટોન ખાલી કરવા આવેલા શખ્સોએ 500 કીલો સ્ક્રેપ વાહનમાં ભર્યો


સિકકા ડીસીસી કંપનીના સ્ક્રેપ યાર્ડમાં લોખંડના ગડર તથા સ્ક્રેપ આશરે 500 કીલો જે ભરીને ચોરી કરવાની કોશિષ કયર્નિી જામજોધપુર, લાલપુરના શખ્સો સામે સિકકા પોલીસમાં ફરીયાદ કરવામાં આવી છે.


દિગ્વીજયગ્રામ કોલોની ખાતે રહેતા અને અહીં નોકરી કરતા ચેતનસિંહ હરભમજી જાડેજાએ સિકકા પોલીસ સ્ટેશનમાં ગઇકાલે જામજોધપુરના ધી લક્ષમણ ધવલ, લાલપુર તાલુકાના રીંજપર ગામના દેતા આહીર, લાલપુરના હુશેનભાઇ અને રીંજપર ગામના પ્રકાશભાઇ આ ચારની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે.


વિગત મુજબ તા. 4 રાત્રીના સુમારે આરોપીઓએ ટ્રક નં. જીજે37ટી-9774 લઇને ડીસીસી કંપનીના પ્લાન્ટની અંદર લાઇમ સ્ટોન ખાલી કરવા આવેલા અને ખાલી થઇ ગયા બાદ ટ્રકમાં ગડર તથા સ્ક્રેપ જેવો આશરે વજન 500 કીલો સામાન જેની કિ. 15 હજાર ભરીને ચોરી કરવાની કોશિષ કરી એકબીજાને મદદગારી કરી હતી, ફરીયાદ આધારે સિકકા પોલીસે આગળની કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application