વેરાવળમાં મહિલાને બદનામ કરવાનું રોચક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપી યુવક તીસરી આખં સમાન માં કેદ થતાં પોલીસ સકંજામાં આવ્યો છે. આરોપી દ્રારા મહિલાને પજવવા ઘરમાં જુવારના દાણા ઘા કરતો અને ઠપકો આપવા જતા મારામારી કરી મહિલાને વધુ બદનામ કરવા ઇન્સ્ટાગ્રામ પર વાંધાજનક પોસ્ટ કર્યાનું સામે આવતા પોલીસે આઈ. ટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની આકરી પૂછપરછ હાથ ધરી છે.
આ ચકચારી ઘટના અંગે માહિતી આપતા ડીવાયએસપી વી.આર. ખેંગારે જણાવ્યું હતું કે, વેરાવળની અજમેરી કોલોનીમાં રહેતા નશરીનબેન શેખના ઘરે રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ ઘરની ડેલીના ચોકમાં કોઇ જુવારના દાણા નાંખી ગયેલ હોય જેથી આ બાબતે ઘરના સભ્યોને વાત કરેલ અને તે પછી ઘરની બહાર રાખેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા તેમાં નજીકની દિવાનીયા કોલોનીમાં રહેતો જાવિદ અલીભાઈ મીર્જા હોવાનું સ્પષ્ટ્ર પણે જણાઈ આવેલ હતુ. આ ઈસમ ઘરથી થોડે દુર તેની મોટર સાયકલ પાર્ક કરીને પોતાના મોબાઇલ ફોનમાં વીડીયો કોલથી ચાલુ હાલતમાં કોઈ સાથે વાત કરતો કરતો મહિલાના ઘરની ડેલીના દરવાજાની ઉપરની ખુલ્લ ી જગ્યામાંથી ડેલીના ચોકમાં જુવાર નાંખતો અને વીડીયો કોલમાં કોઈ સાથે વાતચીત કરતો કરતો ઘરેથી જતો રહયાનું જોવા મળેલ હતુ. જેથી આ બાબતે નસરીનબેન તેની માતા અને ભાભી સાથે આરોપીના ઘરે જઈ ઠપકો આપવા જતાં આરોપીએ ભૂંડી ગાળો આપી માર મારતા વેરાવળ પોલીસમાં ફરિયાદ કરી હતી.
ત્યારબાદ થોડા દિવસો પછી આરોપીએ મહિલાને બદનામ કરવા તેના ઇન્સ્ટાગ્રામ આઈ ડી પર નસરીનબેનના ફોટા સાથે અન્ય પુષના ફોટા મૂકી તેમાં વાંધાજનક લખાણ કરી પોસ્ટ કરી હતી. આ બાબતે નસરીન બેન દ્રારા પોલીસને જાણ કરતા સીટી પીઆઈ એચ.આર. ગોસ્વામી અને સર્વેલન્સ સ્ટાફએ આરોપી જાવીદ અલી મિર્ઝાને ત્વરીત ઝડપી લઈ તેના વિદ્ધ આઈ. ટી.એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી છે.
પોલીસને ફરીયાદી નસરીનબેનએ જણાવ્યા મુજબ તેણીના ચારેક વર્ષ પહેલા વેરાવળના યાકુબ મહમદ તાજવાણી સાથે લ થયેલ હતા. બાદમાં અણબનાવ બનતા પતિ વિધ્ધ મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ જે કેસ હાલ વેરાવળ કોર્ટમાં ચાલુ હોવાથી રીસામણે છે. આરોપી જાવીદ મિર્ઝા તેણીના પતિ યાકુબ સાથે સંપર્કમાં હોય જેથી આ સમગ્ર કાંડ પાછળ નસરીન બેનના પતિ યાકુબ તાજવાણીની કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech