શાપરમાં પિતરાઇ ભાઇઓ પર પિતા અને પુત્ર સહિત ત્રણનો ધોકા–પાઇપથી હુમલો

  • September 10, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપરમાં પિતા પુત્રો સહિત ત્રણ શખસોએ મળી અહીં રહેતા ત્રણ પિતરાઇ ભાઇઓને ધોકા અને પાઇપ વડે મારમારી એકનો પગ અને એકનો હાથ ભાંગી નાંખ્યો હતો.યુવાનનો મિત્ર આરોપીને દિકરીને ભગાડી ગયો હોય તે બાબતનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
મૂળ કુતિયાણાના જમરા ગામના વતની અને હાલ શાપર વેરાવળમાં બુધ્ધનગર શેરી નંબર ૨ માં રહેતા કરણ અમિતભાઈ ડોડીયા (ઉ.વ ૨૦) નામના યુવાને શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિલીપ જીવરાજ સોલંકી, કેવિન દિલીપભાઇ સોલંકી, મેહત્પલ અશોક સોલંકીના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં વેરાવળ ખાતે આવેલ ઓમ સીએનસી નામના કારખાનામાં મજૂરી કામ કરે છે.
ગઈકાલ સાંજના તે અહીં દાસારામ પાનની દુકાને બેઠો હતો ત્યારે તેનો કૌટુંબિક ભાઈ નીતિન માધાભાઈ રણવા અહીં આવ્યો હતો અને બંને વાતચીત કરતા હતા ત્યારે નીતિનને તેના ભાઈ રવિનો ફોન આવ્યો હતો અને કરી હતી કે, દિલીપ સોલંકી અને તેનો પુત્ર મને મારમારે છે જેથી આ બંને અહીં શાકમાર્કેટે પહોંચતા આ ત્રણેય આરોપીઓ રવિને માર મારતા હોય તેને છોડાવવા માટે આ બંને વચ્ચે પડતા આ ત્રણેય શખસોએ ઉશ્કેરાઇ ધોકા અને પાઇપ ફરિયાદી અને તેના ભાઈ નીતિનને પણ મારમાર્યેા હતો. આ શખસોએ જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી ગાળો આપી કહ્યું હતું કે, તમારો ભીમ કાળીયો અમારી દીકરીને ભગાડી ગયો છે તે કયાં છે તે અમને કહો નહીંતર તમને બધાને જાનથી મારી નાખીશું. દરમિયાન ફરિયાદીના સંબંધી આવી જતા તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા અને બાદમાં ૧૦૮ મારફત સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદી યુવાનને ગોઠણના ભાગે તથા હાથના અંગૂઠામાં ફ્રેકચર થઈ ગયું હોવાનું માલુમ પડું હતું. તેમજ નીતિનને ડાબા હાથની આંગળીમાં ફ્રેકચર થઈ ગયું હતું. બાદમાં આ મામલે યુવાને શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application