સિકકામાં જુનો ખાર રાખી શ્રમિક યુવાન પર હુમલો

  • August 03, 2023 12:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાઇપ, ધોકા મારતા ફ્રેકચર : બે શખ્સ સામે ફરીયાદ

સિકકા તળાવ પાસે આવેલી હોટલે ચા-પાણી પીવા ઉભા રહેલા જામનગરના કોળી યુવાન પર જુનો ખાર રાખીને બે શખ્સોએ પાઇપ, ધોકા વડે હુમલો કરી ફ્રેકચર જેવી ઇજા કરી મારી નાખવાની ધમકી દીધી હતી.
જામનગરના નવાગામ ઘેડ, વાડી પાસે રહેતા સુરેશ બાબુભાઇ રાણેવાડીયા (ઉ.વ.૩૦) નામનો શ્રમીક યુવાન ગઇકાલે પોતાનું મોટરસાયકલ લઇ જામનગરથી સિકકા પોતાના મોટાભાઇ સાથે મજુરી કામ માટે આવતા હતા અને સિકકા તળાવ પાસે આવેલી માલધારી હોટલ પાસે ચા-પાણી પીવા માટે ઉભા હતા.એ વખતે ત્યાં ઉભેલ આરોપી જેન્તીએ જુનો ખાર રાખીને અપશબ્દો બોલી આરોપી વિજયે પાઇપ વડે તથા જેન્તીએ ધોકા વડો હુમલો કરી સુરેશભાઇને ફ્રેકચર સહિતની ઇજાઓ કરી બંને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સુરેશભાઇએ સિકકા પોલીસમાં ગઇકાલે સિકકા ગામના વિજય રાઠોડ અને જેન્તી રાઠોડની સામે ફરીયાદ નોંધાવી હતી.
**
વાડીનારમાં ટોકન વગર માછીમારી કરતા યુવાન સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા મોટા આંબલા વિસ્તારમાં રહેતા હનીફ ખમીસા સંઘાર નામના ૨૮ વર્ષના માછીમાર યુવાને ટોકન લીધા વગર દરિયામાં માછીમારી કરતાં દિન દયાળ જેટી પાસેથી પોલીસે ઝડપી લઇ, તેની સામે ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application