કાલાવડમાં સમજાવવા ગયેલા વૃઘ્ધ સહિત બે પર હુમલો

  • September 18, 2023 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મકાનના દરવાજામાં તોડફોડ કરી ધમકી દીધાની એક સામે ફરીયાદ


કાલાવડના વિકાસ કોલોનીમાં સમજાવવા ગયેલા વૃઘ્ધ પર તથા અન્ય પર હુમલો કરીને ઇજા કયર્નિી તેમજ ઘરના દરવાજામાં નુકશાન કયર્નિી કોલોનીમાં રહેતા શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી હતી.


કાલાવડના આંબેડકરનગરમાં આવેલ વિકાસ કોલોની ખાતે રહેતા કાંતીભાઇ દેશાભાઇ ચાવડા (ઉ.વ.55)એ ગઇકાલે ટાઉન પોલીસમાં સાગર ઉર્ફે ભીખો હરી ચાવડા રહે. વિકાસ કોલોનીની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી. આરોપી સાગર ફરીયાદીના ભત્રીજા સાહેદ નીતીનભાઇ સાથે ઝઘડો કરતો હોય જેથી કાંતીભાઇ તેને સમજાવવા જતા આરોપીએ ઉશ્કેરાઇ અપશબ્દો કહી ધોકા વડે માર મારીને હાથમાં ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી, તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો, આ વેળાએ પ્રવિણભાઇ વચ્ચે પડતા તેને પણ માથામાં મુંઢ ઇજા પહોચાડી હતી અને ઝપાઝપી કરી હતી તથા તલવાર અને દાંતરડુ લઇ આવી ફરીયાદીના ઘરના દરવાજામાં મારીને નુકશાન પહોચાડી ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application