ધ્રાફા નજીક ટ્રક ડ્રાઇવર અને ક્લીનર પર હુમલો

  • June 10, 2023 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કારમાં આવેલા પાંચ શખ્સો સામે ગુનો : ટ્રકમાં તોડફોડ પણ કરાઇ

જામજોધપુર નજીક શેઠ વડાળા વિસ્તારમાં વાહન ઓવરટેક કરવાના મામલે એક ટ્રક ડ્રાઇવર અને ક્લીનર પર હુમલો કરાયો છે. જુદી જુદી ત્રણ કારમાં આવેલા પાંચ શખ્સોએ હુમલો કરી ટ્રકમાં તોડફોડ કરી નાખી હતી. જે મામલે પોલીસ ફરિયાદ થઈ છે.
જામજોધપુર તાલુકાના ગિંગણી ગામમાં રહેતો તેશીન હબીબભાઈ સીદા નામનો ૧૯ વર્ષનો ટ્રક ડ્રાઇવર યુવાન પોતાના ટ્રકમાં હિતેશ જેન્તીભાઈ મકવાણા નામના ક્લીનરને બેસાડીને ટ્રક નં. જીજે૩એટી-૩૫૮૪ની ફેરીમાં ગયો હતો, અને જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામ તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન એક કાર સામસામે આવી જતાં વાહન ઓવર ટેક કરવાના પ્રશ્ને કાર ચાલક સાથે બબાલ થઈ હતી.
 દરમિયાન એકી સાથે ત્રણ કારમાં પાંચ જેટલા શખ્સો ધસી આવી ચિરોડા મુળુજી પાટીયા પાસે ટ્રક રોકાવીને ટ્રકના ડ્રાઇવર તેસીન હબીબભાઈ તેમજ તેના ક્લીનર હીતેશ જેન્તીભાઈ મકવાણા ઉપર લાકડી-હોકી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી, તેમજ તેઓના ટ્રકમાં પણ તોડફોડ કરી હતી તેમજ મારી નાખવાની ધમકી દીધી હતી.
 જે સમગ્ર મામલો શેઠ વડાળા પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને એક કારના ચાલક ધ્રાફા ગામના કે.ડી. નામના શખ્સ અને તેના અન્ય સાગરીતો સામે ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application