ધ્રાફા ગામમાં નીકળવું હોય તો ગાડી ધીમે ચલાવવાની તેમ કહી યુવક પર હુમલો

  • November 01, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોકી, પાઇપ વડે માર મારી ઇજા કરી: મોબાઇલમાં તોડફોડ કરી ધમકી દીધાની ચાર સામે ફરિયાદ

જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામના પાટીયા પાસે બુલેટ લઇને નીકળેલા ઇશ્ર્વરીયા ગામના યુવાનને આંતરીને ગાડી ધીમે ચલાવવા લાઇટ ડીમ રાખવાની વાત કરીને ચાર શખ્સોએ હોકી, પાઇપ અને ઢીકાપાટુનો માર માર્યો હતો, તેમજ મોબાઇલ તોડી નાખી ર૦ હજારનું નુકશાન કરી મારી નાખવાની ધમકી દીધી હતી.
જામજોધપુર તાલુકાના ઇશ્ર્વરીયા ગામમાં રહેતા સુનિલ ખીમાભાઇ ગાગલીયા (ઉ.વ. ૧૯) નામનો યુવાન ગત તા. ર૯ ના રોજ બુલેટ મોટર સાયકલ નં. જી.જે.રપ.એ.સી.૯પપ૯ લઇને નીકળ્યો હતો, ત્યારે ધ્રાફાથી નંદાણા તરફના રસ્તે આંબરડી પાટીયા પાસે પહોંચતા બે આરોપીએ તેને રોકીને આ ધ્રાફા ગામ છે, અહીંથી નીકળવું હોય તો ગાડી ધીમે ચલાવવાની, લાઇટ ડીમ રાખવાની તેમ કહીને માથાકુટ કરી હતી, મનફાવે તેમ અપશબ્દો કહ્યા હતા.
દરમ્યાન અન્ય બે આરોપીને બોલાવી લેતા ઇકો ગાડીમાં આવીને હોકી, પાઇપ વડે હુમલો કરી સુનિલને માર માર્યો હતો, જેથી ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી, તેમજ એક આરોપીએ ફરિયાદીને ઝાપટ અને ઢીકાપાટુનો માર માર્યો હતો, તેમજ અન્ય એક આરોપીએ ફરિયાદીનો આઇ ફોન ઇલેવન ઝુટવી લઇ રોડ પર પછાડીને તોડી નાખીને ર૦ હજારનું નુકશાન પહોંચાડ્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સુનિલભાઇ દ્વારા ઉપરોક્ત બનાવ અંગે ગઇ મોડી રાત્રિના શેઠવડાળા પોલીસમાં  ધ્રાફા ગામના હરવિજયસિંહ ક્રષ્ણસિંહ જાડેજા, હર્ષદીપસિંહ ઉર્ફે કાનો પંચાયતી જયેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, સર્વદીપસિંહ મુળરાજસિંહ જાડેજા નામના ચાર ઇસમો વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરિયાદ નોંધાવી હતી.
**
મેહુલ પાર્કમાં બે મિત્રો વચ્ચે ઝઘડો થયા પછી છરીબાજી: એક યુવાનને ગંભીર ઇજા: મામલો પોલીસ મથકે પહોંચ્યો
જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં રહેતા રાજવીરસિંહ જીતુભા રાઠોડ નામના યુવાન પર તેનાજ મિત્ર એવા મોમાઈનગરમાં રહેતા હિરેનસિંહ વિજયસિંહ ઝાલાએ છરી વડે હુમલો કરી દેતાં પેટ-વાસાના ભાગે ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  આ બનાવ સમયે રાજવીરસિંહનો અન્ય મિત્ર હરવિજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજા જે હાજર હતો, તેણે હુમલાના બનાવ અંગે હિરેનસિંહ ઝાલા વિરુધ ફરિયાદ નોંધાવી છે.  જે ફરિયાદના અનુસંધાને મહિલા પીએસઆઇ એસ.વી. સામાણી એ આઈપીસી કલમ ૩૨૬, ૩ર૩, પ૦૪ તથા જીપીએકટ ૧૩પ (૧) હેઠળ ગુનો નોંધ્યો છે. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. ફરિયાદી અને ઇજાગ્રસ્ત યુવાન તેમજ આરોપી ત્રણેય મિત્રો છે, અને થોડા સમયથી આરોપીને બોલાવતા ન હોવાથી ગઈકાલે ફરિયાદી તથા સાહેદ મેહુલ પાર્ક ગેઇટની બાજુના ગ્રાઉન્ડમાં બેઠા હતા, ત્યારે આરોપી છરી લઇને ફરિયાદીને મારવા માટે પાછળ દોડતા તે ત્યાંથી દૂર જતો રહ્યો હતો અને સાહેદ રાજવીરસિંહને અપશબ્દો બોલી છરી ઝીકી દઇ ઇજા પહોંચાડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application