લૂંટ ચલાવતા પાંચ શખ્સો સામે ફરિયાદ
દ્વારકા તાલુકાના મૂળવાસર ગામે રહેતા ઈશ્વરભાઈ સમૈયાભા રાજાભા સુમણીયા નામના 25 વર્ષના વેપારી યુવાન ગઈકાલે શુક્રવારે સાંજના સમયે તેમની દુકાને હતા, ત્યારે રંગાસર ગામના રાજેશ માલા સુમણીયા, માલા સાજા સુમણીયા, લાલુ સાજા સુમણીયા અને હમુસર ગામના રામસંગ દાનુભા હાથલ અને લાલસિંગપુર ગામના ભાવુભા વાલાભા માણેક નામના પાંચ શખ્સોએ એકસંપ કરી અને પૂર્વયોજિત કાવતરું રચી, છરી તથા લાકડાના ધોકા વડે તેમની દુકાનમાં તોડફોડ મચાવી હતી.
અહીં ફરિયાદી ઈશ્વરભાઈ તેમજ સાહેદ સમૈયાભા રાજાભા સુમણીયા અને શ્યામ સમૈયાભા સુમણીયાને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર મારી, છરી બતાવી અને દુકાનના ખાનામાંથી રૂપિયા 10,000 ની લૂંટ ચલાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ ઈશ્વરભાઈ સુમણીયા દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદીના કાકાના ભાઈ ડાડુભા સુમણીયાએ આરોપીઓ વિરુદ્ધ અગાઉ મીઠાપુર પોલીસ મથકમાં કોઈ બાબતે ફરિયાદ કરી હતી. તે બાબતે મીઠાપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા આરોપીઓ લાંબા સમય સુધી જેલમાં રહ્યા હતા અને લાંબા સમય બાદ જેલમાંથી જામીન મુક્ત થયા બાદ આ બાબતનું મનદુઃખ રાખી, હુમલો કરી, લૂંટ ચલાવીને ધમકી આપી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે પાંચેય આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.એચ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech