તારાણાની સીમમાં ખેડુત પર હુમલો : ટ્રેકટરમાં તોડફોડ

  • October 19, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાડા બુરવા મોરમ નાખવા જતા મામલો બિચકયો : રાયોટીંગ સહિતની કલમ મુજબ ફરીયાદ



જોડિયાના તારાણાની સીમમાં ખાડામાં મોરમ નાખીને બુરવાનું નકકી કરનાર ખેડુતને રસ્તામાં રોકીને પાંચ શખ્સોએ પાઇપ વડે માર મારી છુટા પથ્થરોના ઘા કરી ટ્રેકટરમાં નુકશાન પહોચાડયુ હતું, આ અંગે રાયોટીંગ સહિતની કલમો મુજબ ફરીયાદ દાખલ થતા તપાસ ચલાવવામાં આવી રહી છે.



જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતા મહેશભાઇ લખમણભાઇ પીઠમલ (ઉ.વ.40) નામના ખેડુતે પોતાના ટ્રેકટરમાં મોરમ ભરીને વાડીએ જવાના રસ્તામાં મોરમ નાખી ખાડા બુરવાનું નકકી કર્યુ હતું, દરમ્યાન આરોપી બીજલ નાટડાએ ફરીયાદીને રસ્તામાં કેમ મોરમ નાખો છો, હું જોઉ છું તેમ કહી આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદે મંડળી રચી તારાણાની સીમ આંબલા ગામ તરફના રસ્તા પર ટ્રેકટર રોકાવ્યુ હતું.



આરોપીઓએ ફરીયાદીને અપશબ્દો બોલી, પાઇપ વડે હુમલો કરી માથામાં મુંઢ ઇજા પહોચાડી તેમજ હાથમાં માર માર્યો હતો અને છુટા પથ્થરોના ઘા કરી ટ્રેકટરમાં આશરે 5 હજારનું નુકશાન કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હતો.


આ બનાવ અંગે મહેશભાઇ પીઠમલ દ્વારા જોડિયા પોલીસમાં તારાણાધાર ખાતે રહેતા બીજલ મેઘા નાટડા અને તેની સાથેના ચાર અજાણ્યા શખ્સોની વિરુઘ્ધ આઇપીસી 323, 504, 427, 143, 147, 148, 149 તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application