વિજરખી ગામમાં ચૂંટણીના જુના મન દુ:ખના કારણે ડખ્ખો

  • April 17, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્ટ કેસના કારણે તકરાર થઇ : સામસામી કરાતી પોલીસ ફરીયાદ

જામનગર તાલુકાના વિજરખી ગામમાં ચૂંટણીના જૂના મનદુ:ખને લઈને ફરી તકરાર થઇ હતી, અને કોર્ટ કેસ પાછો ખેંચવા મામલે પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની સામસામે ફરિયાદ દાખલ થઇ છે.
જામનગર તાલુકાના વિજરખી ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા અમરસંગ જેસંગજી ઝાલા નામના ૭૧ વર્ષીય બુજુર્ગે પોતાના ઉપર પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે વિજરખી ગામના ભીખાભાઈ નરસંગભાઈ સોનારા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરયા અનુસાર ફરિયાદી અને આરોપીને આજથી ૧૧ વર્ષ પહેલા ચૂંટણીના મનદુ:ખના કારણે તકરાર થઈ હતી, અને પોલીસમાં ફરિયાદ કરાઇ હતી.
જે અંગેનો કેસ કોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે, જે કેસ પાછો ખેંચી લેવા બાબતે આરોપીએ ધાક ધમકી આપી પથ્થર વડે હુમલો કરી દીધો હતો. જે મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં હુમલા ની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સામા પક્ષે વિજરખીમાં રહેતા ખેતીકામ કરતા ભીખા નરસંગભાઇ સોનારા (ઉ.વ.૬૦)એ વળતી ફરીયાદ પંચ-એમાં વિજરખીના અમરસંગ જેસંગજી ઝાલાની વિરુઘ્ધ નોંધાવી હતી, ૧૧ વર્ષ પહેલા ચુંટણી બાબતે ઝઘડો થયો હતો જેનુ મનદુ:ખ ચાલતુ હોય અને કોર્ટમાં કેસ ચાલુ હોય જે બાબતે ફરીયાદીને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી દઇ પથ્થર વડે ઇજા પહોચાડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application