હાલારના 14 ગામડાઓમાં મેઘરાજાએ અડધાથી એક ઇંચ વરસાદ વરસાવ્યો: ખેડુતોના મગફળીના પાથરા તણાઇ જતાં ભારે નુકશાન: કપાસનો ફાલ ખરી પડયો: જામનગરમાં ઝાપટા
દ્વારકા અને ખંભાળીયા જાણે કે મોસમના કુલ વરસાદમાં સ્પધર્િ કરતા હોય તેમ લાગે છે, કાનાની કૃષ્ણનગરી દ્વારકામાં ગઇકાલે ફરીથી દોઢ ઇંચ વરસાદ વરસાવતા કૃષ્ણભકતો પલળી ગયા હતાં, મોસમનો કુલ વરસાદ 93 ઇંચથી ઉપર થઇ ગયો છે, જયારે ખંભાળીયામાં 94 ઇંચ વરસાદ પડી ચૂકયો છે, ગઇકાલે કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડામાં પણ વિજળીના કડાકા-ભડાકા બાદ દોઢ ઇંચ વરસાદ પડયો હતો. જયારે જામનગરમાં વરસાદી ડોળ વચ્ચે માત્ર ઝાપટા પડયા હતાં.
દ્વારકાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને એકાએક વરસાદ શ થયો હતો, જોતજોતામાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો, આજે સવારે 6 વાગ્યા સુધીનો મોસમનો કુલ વરસાદ 2363 મીમી થઇ ગયો છે જયારે ખંભાળીયાનો કુલ વરસાદ 2390 મીમી, કલ્યાણપુરનો 2069 અને ભાણવડનો 1666 મીમી વરસાદ થયો છે.
કાલાવડથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે મોટા પાંચદેવડામાં દિવસ દરમ્યાન અસહ્ય ગરમી વચ્ચે દોઢ ઇંચ વરસાદ પડયો હતો, લાખાબાવળમાં 10 મીમી, મોટી ભલસાણ 15, દરેડ 7, હડીયાણા 14, લતીપુર 22, જાલીયા દેવાણી 5, ખરેડી 18, વાંસજાળીયા 4, પીપરટોડા 18, મોટા ખડબા 10, મોડપર 12 અને હરીપુરમાં 11 મીમી વરસાદ પડયો હતો.
ભારે વરસાદને કારણે છેલ્લા ત્રણ દિવસથી ખેડુતોને ભારે નુકશાન થઇ રહ્યું છે, મગફળીના પાથરા પલળી ગયા છે, હવે સુકાયા બાદ તેનો વેંચવાનો બહાર આવે પરંતુ માલને ભારે નુકશાન થયું છે, બીજી તરફ કપાસની હાલત પણ ખરાબ થઇ ગઇ છે, કપાસનો ફાલ ખરી ગયો છે જેના કારણે ખેડુતોની 3 મહીનાની મહેનત પાણીમાં ગઇ છે. જાણવા મળતી માહિતી મુજબ ભાટીયા પંથકમાં ત્રણ દિવસમાં 5 ઇંચ વરસાદ વરસાતા મગફળીના પાકને વ્યાપક નુકશાન થયું છે, એક બિલ્ડીંગ ઉપર પણ ભાટીયામાં વિજળી પડતાં નુકશાન થયું છે, મગફળી છોડની અંદર જ જુના ડોડાઓ પાકીને ફરી ઉગવા માંડયા ત્યાં જ ભારે વરસાદ થતાં ખેડુતોમાં ચિંતાનો માહોલ જન્મયો છે, જયારે કાલાવડ, ધ્રોલ અને લાલપુર પંથકમાં પણ ખેડુતોને વ્યાપક નુકશાન થઇ ચૂકયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech