લાઈવ વીડિયો: અતીક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા

  • April 16, 2023 12:11 AM 

અતીક અહેમદ અને અશરફની ગોળી મારીને હત્યા થયાના સમાચાર સામે આવ્યા છે. પ્રયાગરાજમાં મેડિકલ કોલેજ પાસે આ ઘટના ઘટી હતી.


દિકરા અસદ બાદ અતીક અહમદ અને અશરફની હત્યાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અતિકને મેડિકલ ટેસ્ટ માટે લઈ જઈ રહી હતી તે દરમિયાન હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે મીડિયાને જ્યારે ઈન્ટરવ્યુ આપી રહ્યો હતો તે દરમિયાન ત્રણ લોકોએ ગોળી માર્યાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે ત્રણેયને કસ્ટડીમાં લઈ લીધા છે.


અતીક અહેમદ અને અશરફ પણ ઠાર મરાયા, પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે બન્નેની ગોળી મારીને હત્યા, ઘટનાના વિડિયો આવ્યા સામે

અગાઉ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલો માફિયા અતીક અહેમદ દીકરા અસદ અહેમદના અંતિમ સંસ્કાર પહેલા મીડિયા સમક્ષ મૌન રહ્યો હતો. જોકે, અતીકના કાકા અશરફે મીડિયાની ભીડ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, તે અલ્લાહની વસ્તુ હતી, અલ્લાહે પાછી લઈ લીધી અતીકના દીકરા અસદનું એન્કાઉન્ટરમાં મોત થયા બાદ તેના અંતિમ સંસ્કાર પહેલા તેના ઘરથી લઈને કબ્રસ્તાન સુધી સખત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન રસ્તા પર પણ પોલીસનો કાફલો ઉતારવામાં આવ્યો હતો. 



અતીક અહેમદના દીકરાના અંતિમ સંસ્કારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વધારાની ફોર્સ પણ ઉતારવામાં આવી હતી. અસદને કસારી-મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો છે. આ દરમિયાન તેના નાના-માસાએ તમામ રિવાજો કર્યા હતા, જ્યારે એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા ગુલામને અલગ જગ્યાએ સુપુર્દે-એ-ખાક કરાયો છે. જો કે હવે સમાચાર સામે આવ્યા છે કે અતિક અને અશરફને પણ ગોળી મારવામાં આવી છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application