ચેન્નઈ નજીક બાગમતી એક્સપ્રેસ ટ્રેન કાવરાપેટ્ટાઈ ખાતે ઉભેલી માલગાડી સાથે અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં 19 ઘાયલ થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે 2 કોચમાં આગ લાગી હતી. જો કે મુસાફરોને તાબડતોબ ઉતારી લેવામાં આવતા જાનહાની થઈ ન હતી. એક પછી એક ટ્રેન અકસ્માતોની હારમાળા સર્જાતા રેલ્વે તંત્ર સતતની સતર્કતા પર સવાલો ઉઠી રહ્યા છે.
મૈસૂર-દરભંગા એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થયા પછી તિરુવલ્લુરમાં આ ટ્રેન દુર્ઘટના બાદ બે ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જયારે આઠ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના ચેન્નઈ ડિવિઝનના પોનેરી-કાવરપ્પેટાઈ રેલવે સ્ટેશન (ચેન્નઈથી 46 કિમી) વચ્ચે થયો હતો. દુર્ઘટના બાદ રેલવે ટ્રેક પર રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. દરભંગા એક્સપ્રેસ મુખ્ય લાઈનના બદલે લુપ લાઈન માં પ્રવેશી અને 75 કિમીની સ્પીડે માલગાડી સાથે ટકરાતા ટ્રેકને સારુ એવું નુકસાન થયું છે. જેની મરામત શરુ કરવામાં આવી છે.
તમિલનાડુમાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં, મૈસૂરથી બિહારના દરભંગા જઈ રહેલી મૈસૂર દરભંગા બાગમતી એક્સપ્રેસ ટ્રેન (12578) ચેન્નાઈ નજીક કાવરપ્પેટાઈ રેલવે સ્ટેશન પાસે માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 19 લોકો ઘાયલ થયા છે.
રેલ્વે બોર્ડે કહ્યું છે કે ચેન્નાઈ રેલ્વે વિભાગના પોનેરી કાવરાપેટ્ટાઈ સેક્શનમાં એક્સપ્રેસ ટ્રેન અને માલગાડી વચ્ચેની અથડામણમાં કોઈનું મૃત્યુ થયું નથી.
દક્ષિણ રેલ્વેએ જણાવ્યું હતું કે ટ્રેન નંબર 12578 મૈસુરુ ડિબ્રુગઢ દરભંગા એક્સપ્રેસને તિરુવલ્લુર જિલ્લાના પોનેરી સ્ટેશનને ક્રોસ કયર્િ પછી આગળ વધવા માટે લીલી ઝંડી આપવામાં આવી હતી, પરંતુ તે કાવરાપેટ્ટાઈ સ્ટેશન પર રોકાઈ ગઈ હતી. જોરદાર આંચકો લાગ્યો અને સિગ્નલ મુજબ મેઈન લાઈનમાં જવાને બદલે ટ્રેન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ’લૂપલાઈન’માં ઘુસી ગઈ અને ત્યાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ.
આ ઘટના અંગે, રેલવે બોર્ડના માહિતી અને પ્રચારના કાર્યકારી નિયામક દિલીપ કુમારે જણાવ્યું હતું કે, અમને ટ્રેન દુર્ઘટના વિશે માહિતી મળી હતી. તે પછી, રાહત કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું હતું. આખી ટ્રેનમાંથી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે કોઈ મુસાફરને ગંભીર ઈજાઓ પહોંચી નથી.
મુસાફરો માટે નવી ટ્રેનની વ્યવસ્થા કરાઈ
રાહત કાર્ય વિશે માહિતી આપતા, રેલવે બોર્ડના માહિતી અને પ્રચાર વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે કહ્યું, બધા મુસાફરોને ચેન્નાઈ સેન્ટ્રલ લઈ જવામાં આવ્યા હતા અને ચેન્નાઈમાં ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમિલનાડુના નાયબ મુખ્ય પ્રધાન ઉધયનિધિ સ્ટાલિન ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને મળ્યા, જેઓ ચેન્નાઈની સરકારી માલિકીની સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલના અકસ્માત અને ઈમરજન્સી વિભાગમાં સારવાર હેઠળ છે. ચેન્નાઈ ડિવિઝનના પોનેરી કાવરપ્પેટાઈ રેલ્વે સ્ટેશનો (ચેન્નાઈથી 46 કિમી) પર સમારકામનું કામ ચાલી રહ્યું છે, જ્યાં આ અકસ્માત થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech