ખંભાળીયાના પરોડીયા ગામે ભૂચર મોરીના યુદ્ધમાં વીરગતિ પામેલા તુંબેલ સેનાના મોવળીનું સ્મારક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, ભવ્ય આયોજન

  • February 12, 2024 11:48 AM 

વીરગતિ પામેલા 1350 ચારણ વિરોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ


જામનગર જિલ્લાના ધ્રોલ ગામની નજીક ભૂચર મેદાનમાં વિક્રમ સંવત 1648માં આસરા ધરમ ખાતર મુઘલ સામ્રાજ્યની સામે યુદ્ધ થયેલ હતું. આ યુદ્ધમાં વીરગતિ પામેલા તુબેલ ચારણ સેનાના મોવળી વીર માણસી પાલા મસુરાના મંદિરે સ્મારક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હવન હોમ, આગામી તારીખ 14-02ને બુધવારે શ્રી માણસી મસુરા ચેરીટેબલ ટ્રસ્ટ પરોડીયા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ યુદ્ધમાં વિર માણસી મસુરાની સાથે અન્ય 1350 ચારણો વીરગતિ પામ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. તેમજ આસપાર અલૈયા મસુરા દ્વારા લખાયેલ 'વિરવ્યૂહ' નામના પુસ્તકનું વિતરણ આગેવાનોના હસ્તે કરવામાં આવશે. આ તકે સવારે હવન હોમ, જ્યોત સામૈયા, ભોજન સમારંભ, મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય તથા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને સાંજે પાંચ વાગ્યે રાસોત્સવ અને સાંજે ભોજન સમારંભ બાદ રાત્રે 10 વાગ્યે 1350 દિપો પ્રગટાવશે અને ત્યારબાદ નામી અનામી કલાકારો દ્વારા સંતવાણીના સુર પાથરવામાં આવશે. આ તકે કવીઓ, સંતો, મહંતો અને સમાજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પધારવા માણસી મસુરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News