ધર્મેન્દ્રની પૌત્રીના લગ્નમાં સની અને બોબીએ જમાલુ પર કર્યો જોરદાર ડાન્સ

  • February 02, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રની પૌત્રી નિકિતા ચૌધરીએ એનઆરઆઈ બિઝનેસમેન રિષભ સાથે લગ્ન કર્યા છે. નિકિતાના લગ્ન ઉદયપુરના સુંદર તાજ અરાવલી રિસોર્ટમાં પંજાબી રીત-રિવાજ મુજબ થયા હતા. આ દરમિયાન, દેઓલ પરિવારના તમામ સભ્યો લગ્નમાં જોવા મળ્યા હતા.આ લગ્નમાં અભિનેતા ધર્મેન્દ્ર સાથે તેની પહેલી પત્ની પ્રકાશ કૌર અને તેના બે પુત્રો સની અને બોબી દેઓલ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે, વરરાજા ઋષભ સફેદ શેરવાનીમાં ઘોડી પર સવાર થઈને આવ્યો હતો. ધર્મેન્દ્ર સહિત દેઓલ પરિવારે ઋષભનું સ્વાગત કર્યું હતું. લગ્નના મહેમાનો ગુલાબી પાઘડીમાં જોવા મળ્યા હતા.

નિકિતા ધર્મેન્દ્રની દીકરી અજિતાની દીકરી છે. ધર્મેન્દ્રના પુત્ર અને દુલ્હનના મામા સની અને બોબી દેઓલે લગ્નમાં જોરશોરથી ડાન્સ કર્યો હતો. આ દરમિયાન, ધર્મેન્દ્રની પત્ની પ્રકાશ કૌરે લગ્ન બાદ નવવિવાહિત યુગલને આશીર્વાદ આપ્યા હતા.ધર્મેન્દ્રનો જમાઈ ઋષભ રાત્રે 9:30 વાગ્યે ઘોડી પર સવાર થઈને ત્યાં પહોંચ્યો હતો. જે બાદ 10 વાગ્યે સભા સમારોહ યોજાયો હતો. ધર્મેન્દ્ર અને દેઓલ પરિવારે લગ્નના મહેમાનોનું સ્વાગત કર્યું હતું. દુલ્હનના મામા અભય દેઓલ અલગ જ રંગમાં જોવા મળ્યા હતા. તેણે મહેમાનો સાથેનો પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.


આ લગ્નમાં અભિનેતા બોબી દેઓલ તેની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’ના ગીત જમાલુ પર માથા પર કાચ રાખીને ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે, રિસેપ્શનમાં સમગ્ર ડેકોરેશન પીળા લેમ્પ્સથી કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ,  દેઓલ પરિવારના સભ્યો અને મહેમાનો હોટલમાંથી મુંબઈ માટે રવાના થશે.


નિકિતા અભિનેતા ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની પુત્રી અજીતાની પુત્રી છે. અજીતા લગ્ન બાદથી અમેરિકામાં રહે છે. તેનો જમાઈ ઋષભ અમેરિકા સ્થિત NRI છે. આથી લગ્નમાં મોટાભાગના મહેમાનો વિદેશી હતા. આ લગ્નમાં દેઓલ પરિવાર સિવાય બોલિવૂડની કોઈ સેલિબ્રિટી હાજર નહોતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application