આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉપર પ્રથમ વખત અવકાશયાત્રીઓ કરશે યોગ

  • June 19, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રથમ વખત અવકાશયાત્રીઓ પણ યોગ કરતા જોવા મળશે. આ માટે આયુષ મંત્રાલય અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થાની સંયુક્ત પહેલ યોગા ફોર સ્પેસ શરૂ કરવામાં આવી હતી. કેન્દ્રીય આયુષ મંત્રાલયે કહ્યું કે ’યોગ ફોર સ્પેસ’ નામની એક અનોખી પહેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઈસરોના તમામ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ કોમન યોગ પ્રોટોકોલની માર્ગદર્શિકા મુજબ એકસાથે યોગ કરશે.
જ્ઞાનન પ્રોજેક્ટની ટીમ યોગાભ્યાસ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વૈશ્વિક અભિયાનમાં પણ ભાગ લેશે. 10મો ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ 21મી જૂને ઉજવવામાં આવશે. આ વખતે સૌથી મોટો કાર્યક્રમ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં યોજાશે જેમાં હજારો લોકો પીએમ મોદી સાથે યોગ કરશે. આયુષ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે આ વર્ષની થીમ વ્યક્તિગત અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે યોગની બેવડી ભૂમિકાને ઉજાગર કરીને ’સ્વ અને સમાજ માટે યોગ’ના મહત્વ પર ભાર મૂકે છે.
કેન્દ્રીય આયુષ સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં યોગ દિવસે ચાર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. 2015 માં, 35,985 ભારતીયોએ પીએમ નરેન્દ્ર મોદી સાથે રાજપથ પર યોગ કયર્િ હતા. એક જગ્યાએ યોગ સેશનમાં કુલ 84 દેશોએ ભાગ લીધો હતો. 2015માં ત્રીજી વખત કોટામાં લગભગ 1.05 લાખ લોકોએ એકસાથે યોગાસન કયર્િ હતા. તે જ સમયે, ઉપરાષ્ટ્રપતિના નેતૃત્વમાં, 2023 માં મધ્યપ્રદેશના જબલપુરમાં આયોજિત યોગ કાર્યક્રમમાં વિશ્વભરમાંથી લગભગ 23.4 કરોડ લોકોએ ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application