BREAKING NEWS

અવકાશયાત્રીઓ હવે સમુદ્રમાં લેન્ડ કરશે તો પણ ડૂબશે નહીં

  • July 13, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇસરોની સિદ્ધિમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે, અને અવકાશ્યાત્રીઓની સુરક્ષા તેમજ સલામતી સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ ઈસરોને તેમાં નવી ઐંચાઈ સાપડી છે.હવે અવકાશયાત્રીઓને સમુદ્રમાં લેન્ડ કરતી વખતે જીવ નહી ગુમાવવો પડે, કે ડૂબશે નહી.ભારતીય અવકાશ સંશોધન સંગઠનએ જાહેરાત કરી કે તેણે ગગનયાન ક્રૂ મોડુલ સિસ્ટમના ત્રણ મુખ્ય પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. પહેલું પરીક્ષણ ઉતરાણ પછી અવકાશયાત્રીઓની સલામતી સુનિશ્ચિત કરવા સંબંધિત હતું, જેને સૌથી મહત્વપૂર્ણ આવશ્યકતા ઓમાંની એક માનવામાં આવે છે.
ઈસરોના ગગનયાન ક્રૂ મોડુલ સિસ્ટમના ત્રણ મુખ્ય પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ, અવકાશ યાત્રિકોના પેરાશૂટ ડૂબશે નહીં કે ઐંધા નહીં થાયસર્વિસ મોડુલ અને ક્રૂ મોડુલની અલગ સ્તરે ચકાસણી
બીજા પરીક્ષણમાં ક્રૂ મોડુલ, યાં અવકાશયાત્રીઓ રહે છે, અને સર્વિસ મોડુલ, જે પાવર અને પ્રોપલ્શન પૂં પાડે છે, તેને જોડતી સિસ્ટમની અલગ પ્રક્રિયાની તપાસ કરવામાં આવી.અવકાશથી પાછા ફરતી વખતે, સર્વિસ મોડુલ ક્રૂ મોડુલથી અલગ હોવું જોઈએ, કારણ કે ફકત ક્રૂ મોડુલ, જે અવકાશયાત્રીઓને લઈ જાય છે, તે પૃથ્વી પર પાછો ફરે છે.ઈસરોએ તપાસ્યું કે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા પહેલા, બધા વાયર અને સાંધા યોગ્ય સમયે સ્વચ્છ રીતે તૂટી રહ્યા હતા અને કોઈપણ ખામી વિના આ કાર્ય થઈ રહ્યું હતું. ત્રીજા ટેસ્ટમાં એપેકસ કવર સેપરેશન દરમિયાન ક્રૂ મોડુલની માળખાકીય મજબૂતાઈની પુષ્ટ્રિ થઈ. મિશન દરમિયાન, કેબિન ખૂબ જ ઝડપે આગળ વધે છે. તેને ધીમું કરવા માટે, મોટા પેરાશૂટ તૈનાત કરવામાં આવે છે. આ પેરાશૂટ કેબિનની છત પર, એપેકસ કવર પર એક મજબૂત કવરની અંદર સુરક્ષિત રીતે બધં હોય છે.પેરાશૂટ તૈનાત થાય તે પહેલાં, આ કવર હવામાં ઉડતું હોય છે. ઈસરોએ તપાસ કરી કે યારે કવર અચાનક અલગ થઈ જાય ત્યારે કેબિનને કોઈ નુકસાન નહીં થાય. ત્રણ ટેસ્ટ દ્રારા, ઈસરોએ પુષ્ટ્રિ કરી છે કે અવકાશયાત્રીઓની કેબિન યોગ્ય સમયે અલગ થશે, તેના પેરાશૂટ યોગ્ય રીતે ખુલશે, અને પાણીમાં પડા પછી તે ડૂબી જશે નહીં કે પલટશે નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News