જેતપુરમાં પ્રદુષણ ફેલાવતાં ઉધોગો સામે એસોશિએશનની લાલ આંખ

  • September 19, 2024 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજય સરકાર દ્રારા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ નાગરિકોની રજૂઆતોનો ઉકેલ ઝડપથી આવે તે માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પ્રથમ કલસ્ટરમાં સમાવિષ્ટ્ર  ગામોનો સેવા સેતુ કાર્યક્રમ મયુરનગર પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.
રાયના છેવાડાના માણસોની નાની નાની સમસ્યાઓનું સ્થળ ઉપર જ નિવારણ થાય તે માટે સેવા સેતુનું આયોજન કરાયું છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં ૧૩ વિભાગોની ૫૩ જેટલી વિવિધ પ્રકારની સેવાઓનો લાભ લોકોને આપવામાં આવી રહ્યો છે. જેમાં મુખ્યત્વે સેવાઓમાં રેશનકાર્ડ, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્રો, દિવ્યાંગતા પ્રમાણપત્ર, મેડીસીન સેવાઓ, કિશાન ક્રેડીટ કાર્ડ, નવું બેંક એકાઉન્ટ ખોલવવું, મિલકત આકારણીનો ઉતારો, આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન સહાય, જેવી સેવાઓ સ્થળ પર જ મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે તે વિભાગના અધિકારી કર્મચારીઓ સ્થળ પર હાજર રહીને આ સેવાનો લાભ લોકોને આપ્યો હતો.
મયુરનગર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા કલેકટર કે બી ઝવેરી, મોરબી જિલ્લ ા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,પ્રાંત અધિકારી,મામલતદાર તાલુકા વિકાસ અધિકારી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, યાડેના ચેરમેન રજનીભાઈ સંઘાણી,વલ્લ ભભાઈ પટેલ. સહિતના રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application