કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના સમયે ખેડૂતોને પાક નુકશાન સામે આર્થિક ટેકો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ ઈનપુટ સહાય ઉપરાંત આપત્તિની તિવ્રતાને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ઉદાર અભિગમ દાખવી રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપ-અપ સહાય પણ આપવામાં આવે છે.
વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ખેડૂતોને થયેલા પાક નુકશાન સામે ઉદાર અભિગમ દાખવી રાજ્યના ૯૯.૪૩ લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ.૧૨,૩૮૯ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખરીફ-૨૦૨૪ સિઝનમાં થયેલા ભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ, તુવેર, શાકભાજી અને ઘાસચારાના પાકોમાં તથા જુનાગઢ જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી, ઘાસચારો અને બાગાયતી પાકોમાં નુકસાન થયું હતું. જેનો તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લાના ૧૮,૦૨૩ તેમજ પોરબંદર જિલ્લાના ૫૦,૨૦૬ ખેડૂતોને મળી ૬૮,૨૨૯ ખેડૂતોને કુલ રૂ. ૧૦૦ કરોડથી વધુ પાક નુકશાન સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવી છે.
બે વર્ષમાં કચ્છ જિલ્લાના રૂ.૩૭ કરોડની સહાય અપાઇ
વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્રારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને કૃષિ સાધનોની ખરીદી માટે રાજ્ય સરકાર દ્રારા સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લાના ૧૭,૯૩૨ ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.૩૭ કરોડની સહાય આપવામાં આવી છે.
કૃષિમંત્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં અંજાર તાલુકામાં ૧,૬૬૯ અરજીઓ, અબડાસામાં ૧,૮૯૩, ગાંધીધામમાં ૫૯, નખત્રાણામાં ૧,૬૬૮, ભચાઉમાં ૨,૮૬૬, ભુજમાં ૨,૨૦૩, ભુજ શહેરમાં ૫૭, મુન્દ્રામાં ૧,૦૧૯, માંડવીમાં ૧,૬૮૮, રાપરમાં ૪,૧૨૯ અને લખપત તાલુકામાં ૬૮૦ અરજીઓ મંજુર કરવામાં આવી છે. આમ કચ્છ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં કુલ ૧૭,૯૩૨ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. મંજૂર થયેલી અરજીઓ સામે આ ખેડૂતોને કુલ રૂ. ૩૭,૮૧,૩૯,૭૦૩ જેટલી સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે.
મંત્રીએ યોજનાનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને ખેતીમાં કૃષિ યાંત્રિકરણ અપનાવવાથી તેમને પડતી મુશ્કેલીઓમાં ઘટાડો થઈ શકે છે. ખેતીમાં ખાતર, દવા અને બિયારણનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી ખેત ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આ ઉપરાંત કૃષિ યાંત્રિકરણ થકી ૧૦ થી ૧૫ ટકા ખેત ઉત્પાદનમાં વધારો, ૧૫ થી ૨૦ ટકા બિયારણ અને ખાતરની બચત તથા ૨૦ થી ૩૦ ટકા સમય અને મજૂરીની પણ બચત થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech