પોરબંદરમાં પશુપાલકોને ચાફ કટર મશીનની યોજનાનો લાભ અપાતા પશુપાલકો કે ખુશી વ્યક્ત કરી હતી.
કૃષિ, ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડુતોના હિતલક્ષી ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડુતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની મદદ લેવી પડે છે જેથી સમય અને શક્તિની બચત થાય.આવા કિંમતી સાધનોની ખરીદી પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. ખેડુતોને ઈલેક્ટ્રીક મોટર ઓપરેટેડ ચાફ કટર અને એન્જીન આધારે ચાલતા ચાફ કટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે, આ યોજના અંતર્ગત પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના લાભાર્થી પશુપાલકે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખીજદડ ગામ ખાતે રહેતા દેવેન્દ્રકુમાર ભીમશીભાઈ નામના યુવાનને પશુપાલન ખાતાની સહાયનો લાભ મળ્યો છે.આ યુવાન પશુપાલનનો વ્યવસાય ધરાવે છે,ત્યારે સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ મળતા તેઓએ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, પશુપાલન ખાતા દ્વારા મને ચાફ કટર મશીનની ખરીદી માટે સહાય મળી છે.રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી મને જિલ્લા પશુપાલન શાખા દ્વારા ચાફ કટર ખરીદીની ૧૮,૦૦૦ પિયાની સહાય મળી છે.ચાફ કટરની સહાય મળવાને કારણે હું બસ્સો જેટલા પશુઓને આપવાના થતા ઘાસનું કટીંગ સરળતાથી કરી શકું અને પશુઓના નિભાવ માટે આ ઘાસ કટીંગની સહાય મને ખુબ ઉપયોગી નીવડી છે. પશુઓને જ્યારે ઘાસ હું આપતો હતો ત્યારે ઘાસનો બગાડ થતો હતો, પરંતુ હાલ આ ચાફ કટરની સહાય મળતા ઘાસનું કટીંગ કરીને પશુઓને આપું છું જેથી ઘાસનો થતો બગાડ પણ અટક્યો છે.ઘાસનો બગાડ અટકતા આર્થિક રીતે પણ લાભ થયો છે.ઘાસનું કટીંગ કરીને પશુઓને ખવડાવું છું જેથી પશુઓની પાચનશક્તિ પણ વધે છે અને દુધ ઉત્પાદનમાં વધારો થવાથી હું આર્થિક રીતે સમૃદ્ધ બન્યો છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech