જિલ્લાની એક સ્કુલમાં ધો.૮માં અભ્યાસ કરતી કિશોરીને તેની સાથે અભ્યાસ કરતો વિદ્યાર્થી મજાક મશ્કરી કરી પરેશાન કરતો હોય કિશોરીનો ભાઈ આ અંગે વિદ્યાર્થીના પિતાને ઠપકો આપવા માટે જતાં વિદ્યાર્થીના પિતાએ યુવકને માર માર્યો હતો. આ બનાવ બાદ યુવકના પિતા ઠપકો આપવા માટે જતાં વિદ્યાર્થીના પિતા તેમજ અન્ય બે શખ્સ લાકડી લઈને વિદ્યાર્થીના પિતાને પણ મારવા માટે દોડ્યા હતો અને મારી નાંખવાની ધમકી આપી હતી. સિહોર પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સિહોર પોલીસ મથકમાં રજાક ઉર્ફે રોબોટ, અરમાનભાઈ સફીકભાઈ હબીબાણી અને સોહીલ રફીકભાઈ હબીબાણી સામે નોંધવાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની ૧૩ વર્ષની પુત્રી ધો.૮માં અભ્યાસ કરે છે અને તેની સાથે આરોપી રજાકનો પુત્ર પણ અભ્યાસ કરે છે. રજાક ઉર્ફે રોબોટનો પુત્ર વિદ્યાર્થીનીની વારંવાર મજાક મશ્કરી કરતો હોવાના કારણે કિશોરીએ આ વાત તેના ભાઈને કરતા વિદ્યાર્થીનીનો ભાઈ રજાકભાઈને ઠપકો આપવા માટે ગયો.આ સમયે રજાક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ઠપકો આપવા માટે આવેલા યુવકને લાફો મારી દીધો હતો.દરમિયાનમાં પુત્રને માર માર્યો હોવાની જાણ થતા યુવકના પિતા પણ દોડી આવ્યાં હતા અને તેણે આરોપી રજાકને તારો દિકરો એક તો મારી દિકરીની મશ્કરી કરે છે અને તું મારા દિકરાને મારે છે ? તેમ કહેતા રજાક તેમજ અરમાન અને સોહીલ ત્રણે શખ્સ ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓ લાકડી લઈને ફરિયાદીને મારવા માટે દોડયાં હતા. દરમિયાનમાં સ્થાનિક લોકો ભેગા થઈ જતાં ફરિયાદીનો બચાવ થયો હતો.આ બનાવ અંગે સિહોર પોલીસે ત્રણે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech