ભાણવડમાં મંત્રી સોસાયટી ખાતે રહેતા મોતીબેન સામતભાઈ અરશીભાઈ કાંબરીયા નામના 45 વર્ષના મહિલાના કબજાની વાડીમાં આરોપી એવા મેવાસા ગામના પુંજા અરશી કાંબરીયા તેના માલઢોર બાંધતા હોય, જેથી ફરિયાદી મોતીબેનએ તેમને ના પાડતા આ બાબતનો ખાર રાખી આરોપી પૂંજા અરશી ઉપરાંત અન્ય આરોપીઓ વિમલ વજશી પિંડારિયા, વિશાલ મસરી પિંડારિયા અને ભરત લખુ પિંડારિયા નામના ચાર શખ્સોએ ફરિયાદીની વાડીના ખેતરમાં પ્રવેશ કરી, ફરિયાદી મોતીબેન તથા તેમના પુત્ર નિકુંજ સાથે બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓ દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરી, ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ખુલવા પામ્યું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે મેવાસા ગામના તમામ ચાર શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 447, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયા, ભાટીયામાં વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા હાજા હરિયા બુધિયા નામના 29 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 4,800 ની કિંમતની વિદેશી દારૂની બાર બોટલ સાથે તેમજ સામોર ગામના વાડી વિસ્તારમાં રહેતા મયુર સાજણ ચાવડા (ઉ.વ. 27) ને વિદેશી દારૂની એક બોટલ સાથે તથા કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા કિશન નારણભાઈ આંબલીયા નામના 24 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે બીયરના છ ટીન સાથે ઝડપી લઇ, પ્રોહી. એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech