રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ ટીપી સ્કીમો અંતર્ગત પાકિગ હેતુ માટેના રીઝર્વ હોય તેવા કેટલા પ્લોટ છે અને તેમાંથી દબાણગ્રસ્ત પ્લોટ કેટલા છે તે અંગે ગઈકાલે મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં ગઈકાલે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં આજે લેખિત જવાબ અપાયો છે અને તેમાં જણાવાયું છે કે, શહેરમાં પાકિગ માટેના કુલ ૭૦ પ્લોટ છે જેમાંથી ૧૭ દબાણગ્રસ્ત છે.
ઉપરોકત મામલે વોર્ડ નં.૧૫ના કોર્પેારેટર અને વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ પુછેલા સવાલના જવાબમાં તંત્રવાહકોએ જણાવ્યું છે કે, સેન્ટ્રલ ઝોનમાં ૧૬ પ્લોટ છે જેમાં ૨ દબાણગ્રસ્ત છે. વેસ્ટઝોનમાં ૩૬ પ્લોટ છે તેમાં ૧૦ દબાણગ્રસ્ત છે અને ઈસ્ટઝોનમાં ૧૮ પ્લોટ છે જેમાંથી પાંચ દબાણગ્રસ્ત છે. આ મુજબ કુલ ૧૭ પ્લોટમાં દબાણ છે.
જયારે અન્ય પ્રશ્નમાં તેમણે એવી માહિતી માગી હતી કે, ૩૧ માર્ચ ૨૦૨૪ પહેલા શહેરમાં કુલ કેટલા કિલોમીટરના રોડ બનાવાયા હતા અને તેમાં કેટલા સમય પહેલા બનાવાયા હતા. તેનો કુલ ખર્ચ કેટલો થયો હતો અને વર્ષ ૨૦૨૪ના ચોમાસા વરસાદ દરમિયાન કુલ કેટલા કિલોમીટર રસ્તાનું ધોવાણ થયું હતું. જેના જવાબમાં તંત્રવાહકોએ જણાવ્યું છે કે, છેલ્લ ા પાંચ વર્ષમાં કુલ ૫૫૫.૩૬ કિ.મી.માં નવા રસ્તા અને રિ–કાર્પેટની કામગીરી કરાઈ હતી જેનો કુલ ખર્ચ ૨૮૩.૨૯ કરોડ થયો છે. રાજકોટમાં રસ્તા ધોવાઈ ગયા નથી. ફકત ખાડા પડયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech