વરસાદથી ડામર પ્લાન્ટ બંધ શહેરમાં ખાડા રિપેરિંગ ઠપ્પ

  • October 16, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં સતત છેલ્લા ત્રણ દિવસથી વરસાદને પગલે ડામર પ્લાન્ટ બધં કરવા પડા છે જેના લીધે રસ્તા ઉપરના ખાડા ઉપર પેચવર્ક કરી રિપેરિંગ કરવાનું કામ ઠપ્પ થઇ ગયું હોવાનું જાણવા મળે છે.સામાન્ય રીતે શહેરમાં નવરાત્રીથી ડામરકામ શ થઇ જતું હોય છે અને દશેરાથી દિવાળી સુધીમાં તો સમગ્ર શહેરમાં રસ્તા ઉપરના તમામ ખાડાનું રિપેરિંગ થઇ જતું હોય છે તેમજ નવા પેવરકામ પણ શ થઇ જતાં હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું લંબાતા અને દશેરા પછી પણ વરસાદ ચાલુ રહેતા આ શકય બન્યું નથી.
દરમિયાન મ્યુનિ.કમિશનરએ ગત જનરલ બોર્ડ મિટિંગમાં રસ્તાના એકશન પ્લાન હેઠળના કામો કયારથી શ થશે તેવા એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં એવી માહિતી આપી હતી કે આગામી તા.૩ ઓકટોબરના ટેન્ડર ખુલશે ત્યારબાદ કામ શ થશે. દરમિયાન આ ટેન્ડર ખોલતા તેમાં ઉંચા ભાવ આવ્યા હોય આ કામે ત્રીજી વખત રિટેન્ડર કરવા નિર્ણય કરાતા હાલમાં એકશન પ્લાન હેઠળના રસ્તા કામો પણ શ થઇ શકયા નથી.અત્રે ઉલ્લેખનીય છે કે જો વોર્ડ વાઈઝ ઈજનેરો ખાડા પુરવા માટે મેટલ અને મોરમ પાથરવાનું શરૂ કરાવે તો પણ વાહન ચાલકોને રાહત મળે તેમ છે


વરસાદને કારણે પેચવર્ક ભલે ન થઇ શકે ખાડામાં મેટલ–મોરમ પાથરવામાં શું નડે?
રાજકોટના રસ્તાઓ ઉપર ૧૨,૦૦૦ ખાડા પડાનો સત્તાવાર સર્વે રિપોર્ટ જાહેર થઇ ચુકયો છે અને હાલ વરસાદને કારણે પેચવર્ક ભલે ન થઇ શકે પણ ખાડામાં મેટલ અને હાર્ડ મોરમ તો પાથરી જ શકાય પરંતુ કમ્મરતોડ રસ્તાઓ ઉપર મ્યુનિ.તત્રં આવી કામગીરી કરવામાં પણ નિષ્ફળ રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application