રાજકોટ શહેરમાં રાજમાર્ગ ઉપર પડેલા ખાડાથી ત્રાહિમામ પોકારી ઊઠેલા શહેરીજનો માટે સારા સમાચાર છે કે હવે ટૂંક સમયમાં સમગ્ર શહેરમાં એક સાથે ડામર કામનો ધમધમાટ શ થઈ જશે. ૧૩ થી ૧૪% ઓન સાથે અલગ અલગ એજન્સીઓને ડામર કામના દ્રિવાર્ષિક કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત રજૂ કરાઇ છે, જે અંગે આવતીકાલે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં નિર્ણય થશે. વિશેષમાં ડામર કોન્ટ્રાકટની દરખાસ્ત અંગે પ્રા વિગત અનુસાર, પૂર્વ ઝોનમાં એલ–૧ એજન્સી તરીકે પવન કન્સ્ટ્રકશન કંપનીના ૧૪.૦૪ ટકા વધુ અને સેન્ટ્રલ ઝોનમાં એલ–૧ એજન્સી તરીકે રાજચામુંડા કન્સ્ટ્રકશનના ૧૩.૫૦ ટકા વધુ તેમજ વેસ્ટ ઝોનમાં એલ–૧ એજન્સી પવન કન્ટ્રકશન કંપનીના ૧૪ ટકા વધુ ભાવ આવેલ છે. જે ભાવ ટેન્ડર મૂલ્યાંકન સમિતિના અભિપ્રાય અનુસાર વ્યાજબી અને મંજૂર કરવાપાત્ર હોય જે મંજૂર કરવામાં આવ્યા હતા. આ કામે ટેન્ડરની મુદત બે વર્ષની રહેશે પરંતુ એજન્સીને વર્ક ઓર્ડર પ્રતિ વર્ષ પ્રતિ ઝોન વાઇઝ .૧૦.૦૦ કરોડના (જીએસટી સહિત) પૂર્ણ કરવા માટે આપવામાં આવશે તથા ટેન્ડર મુજબ ચોમાસાના સમયગાળાને નોન વકિગ પીરીયડ તરીકે બાદ કરીને ૧૨ માસ સુધીનો રહેશે. જે સમયગાળામાં એજન્સીએ કામગીરી પૂર્ણ કરવાની રહેશે. આ કામે તા. ૧૭–૯–૨૦૨૪ના રોજની અવામાં આવેલ પ્રીબીડ મીટીંગના રોજકામને ટેન્ડર તથા ટેન્ડરની શરતો અને કરારનો ભાગ ગણવાનો રહેશે. વધુમાં, આ કામે બીટુમીન, લેબર, પ્લાન્ટ મશીનરી, પી.ઓ.એલ. તથા અન્ય મટીરીયલ્સ માટે સ્ટાન્ડર્ડ બીડીંગ ડોકયુમેન્ટ મુજબ તથા ટેન્ડરની શરતો મુજબ પ્રાઇઝ વેરીએશન આપવાનું રહેશે. ટેન્ડરની જોગવાઈ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના કોઇપણ એક ઝોન ઉપરાંતના વિસ્તારો જેમ કે અન્ય ઝોનના વિસ્તારોમાં કામગીરી કરવાની થાય તો આવા સંજોગોમાં કરવાની થતી કામગીરીવાળા ઝોનના જે તે એજન્સીના મંજૂર થયેલ ટેન્ડરના ભાવથી આ કામ કરાવી શકાશે અને આ માટે અલગ કરારનામું કરવાનું રહેશે નહિ. આ માટે સંબંધિત એજન્સી પાસેથી આ ટેન્ડર સિવાયના અન્ય ઝોનના જરી કામો કરવા અંગેની બાંહેધરી લેવાની રહેશે. ઉપરોકત બન્ને (એલ–૧) એજન્સીઓ રાજચામુંડા કન્સ્ટ્રકશન કંપની (સેન્ટ્રલ ઝોન) તથા પવન કન્સ્ટ્રકશન કંપની (ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન) સાથે વર્ષ ૨૦૨૪–૨૫ અને ૨૦૨૫–૨૬ માટે પ્રતિ વર્ષ ઝોન વાઈઝ . ૧૦ કરોડ તથા જે તે ઝોન ઉપરાંત મહાનગરપાલિકાના અન્ય ઝોન વિસ્તારોમાં એટલેકે પોતાના ઝોન સિવાયના શહેરના અન્ય કોઇપણ ઝોન–વિસ્તારમાં તેની બચત રકમ જેટલું વધારાનું કામ જે અન્ય ઝોન વિસ્તારમાં કરવાનું મહાનગરપાલિકા તરફથી સૂચવવામાં આવે તે ઝોનની એજન્સીના ભાવે કરી આપવા ધોરણસર કરાર કરવા દરખાસ્ત રજૂ કરાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech