સીરિયલ બદતમીઝ દિલની એક્ટ્રેસ રાજકોટના બિઝનેસમેનના પ્રેમમાં પડી

  • May 23, 2023 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અસ્મિતા સૂદ અને ગુજરાતી ઉદ્યોગપતિ વચ્ચે જુલાઇમાં જ થઇ હતી મુલાકાત
  • એક્ટ્રેસ અસ્મિતા પ્યાર કિયા તો ડરના ક્યાની ફિલોસોફીમાં માને છે


ટીવી સીરિલય બદ્તમીઝ દિલની એક્ટ્રેસ અસ્મિતા સૂદ રાજકોટના એક બિઝનેસમેનના પ્રેમમાં પડી છે. બંને થોડા સમયથી મહિનાથી જ ડેટ કરી રહ્યા છે. અસ્મિતાએ જણાવ્યું કે તેનો બોયફ્રેન્ડ રાજકોટમાં રહે છે અને અવારનવાર મુંબઈ આવતો રહે છે. ગત વર્ષે જુલાઈ મહિનાથી અસ્મિતા અને સિદ્ધ એકબીજાને જાણે છે.


અસ્મિતાનો બોયફ્રેન્ડ સિદ્ધ મહેતા રાજકોટનો ઉદ્યોગપતિ છે. અસ્મિતાએ હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાની લવ લાઈફ વિશે વાત કરી હતી. અસ્મિતાએ કહ્યું, તે રાજકોટમાં રહે છે અને અવારનવાર મુંબઈ આવતો રહે છે. અમારી પહેલી મુલાકાત થઈ ત્યારે તે આવી જ એક ટ્રીપ માટે મુંબઈ આવ્યો હતો.


ગત વર્ષે જુલાઈ મહિનાથી અસ્મિતા અને સિદ્ધ એકબીજાને ઓળખે છે. પરંતુ થોડા મહિનાઓ પહેલા જ તેમને પ્રેમનો અહેસાસ થયો. એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું...


કામના સંદર્ભે અમારી મુલાકાત થઈ હતી અને અહીંથી જ લવ સ્ટોરી શરૂ થઈ. આ પ્રોસેસ દરમિયાન અમે એકબીજાને જાણ્યા. અત્યાર સુધી તો બધું સરસ ચાલી રહ્યું છે. પ્રેમમાં હોવાની અનુભૂતિ સારી છે. અમે બંને ખૂબ ખુશ છીએ. અમને બંનેને એકબીજા સાથે સમય વિતાવવો ગમે છે.


બે-ત્રણ મહિના પહેલા જ સિદ્ધ અને અસ્મિતા વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા. હાલ તેઓ ધીમે-ધીમે આગળ વધી રહ્યા છે. હાલ તો લગ્ન વિશે વિચારવું ઉતાવળ ગણાશે. તમે એકબીજાને સરખું ઓળખો પછી જ આગળ નક્કી કરી શકાય. લગ્ન કરવાનો ઈરાદો તો છે જ એટલે જ હું સંબંધમાં જોડાઈ છું. આશા રાખીએ કે અમારી ઈચ્છા ફળીભૂત થાય. અમારા માટે બધું યોગ્ય દિશામાં જાય તેવી આશા છે. પરંતુ અત્યારે તો લગ્નનો કોઈ પ્લાન નથી, તેમ અસ્મિતાએ જણાવ્યું.


અસ્મિતાએ સિદ્ધના ગુણો અંગે ખુલાસો કર્યો કે...તે એકદમ વિનમ્ર અને પ્રામાણિક વ્યક્તિ છે. મારી જેમ તે પણ નાના શહેરમાંથી આવ્યો છે માટે અમારી વિચારધારા પણ મળે છે. અમને બંનેને સંગીત ખૂબ પસંદ છે. અમારામાં વૈચારિક સમાનતા પણ છે. અમારી સામે કોઈ પરિસ્થિતિ આવી પડે તો પણ અમે સમાન રીતે વિચારીશું. તેની સાથે કશું જ મુશ્કેલ નથી લાગતું. મને આજ સુધી તેના જેવું કોઈ મળ્યું નથી.


સામાન્ય રીતે સેલિબ્રિટીઝ રિલેશનશીપમાં હોય ત્યારે ખુલીને બોલવાનું પસંદ નથી કરતાં પરંતુ અસ્મિતા 'પ્યાર કિયા તો ડરના ક્યા'ની ફિલોસોફીમાં માને છે. તેણે કહ્યું, "સેલિબ્રિટીઝ સંબંધો છુપાવે છે પરંતુ હું એમાં નથી માનતી. મને આ યુવક ખૂબ પસંદ છે અને અમે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છીએ. એટલે જ મને તેવા વિશે વાત કરી ગમે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application