જામનગર જિલ્લાના મોટા ગરેડિયા ગામે રહેતી અસ્મિતાના હ્રદયની બીમારીની વિનામૂલ્યે સર્જરી થઈ

  • October 06, 2023 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ફળશ્રુતિ: મજૂરી કામ કરતાં પિતાની ૧૦ વર્ષની દીકરીને નવજીવન મળતા પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો



મૂળ દાહોદના અને હાલ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા ગરેડિયા ગામે મજૂરી કામ કરતાં ઈશ્વરભાઈ ભીલની ૧૦ વર્ષની દીકરી અસ્મિતા અભ્યાસ માટે નાના ગરેડીયામાં આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. આ શાળામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એચ.એચ.ભાયા , ધ્રોલ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. ફોજેના માર્ગદર્શન હેઠળ કામ કરતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યકમના ડો.પૂજા વિસોડીયા અને ડો.હાર્દિક રામોલીયાની ટીમ શાળામાં બાળકોના આરોગ્યની તપાસ અર્થે ગયેલ ત્યારે જાણવા મળ્યું કે અસ્મિતાની તબિયત અવારનવાર નાદુરસ્ત રહેતી હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. 


બાદમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે તેણીના માતા પિતાને બોલાવી વિગતવાર વાત કરી સંદર્ભ કાર્ડ ભરી જી.જી.હોસ્પિટલ જામનગર ખાતે મોકલેલ. ત્યાં પ્રાથમિક તપાસ માં ECG , 2D-ECHO,બ્લડ રિપોર્ટ કરતા જોવા મળ્યું કે દીકરીને CHD-Congenital Heart Disease એટલે કે હૃદયમાં કાણું છે. વધુ સઘન સારવાર માટે તેને યુ.એન. મહેતા હોસ્પિટલ-અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા. યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે નિષ્ણાત ડોકટરની ટીમ દ્વારા ખૂબ જ કૂનેહથી ૧૬-૦૮-૨૦૨૩ ના રોજ શસ્ત્રક્રિયા અને જરૂરી સારવાર કરી ક્ષતિને દૂર કરી બાળકીને ૮ દિવસ સારવાર કરી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. અને દર ૬ મહીને નિયમિત તપાસ અર્થે કહેવામાં આવ્યું.  અસ્મિતા હાલ નોર્મલ જીવન જીવી રહી છે.

પોતાની દીકરીની હ્રદયની બિમારીનું ઓપરેશન અને તમામ સારવાર વિનામૂલ્યે થતાં માતાપિતા અને પરિવારે સરકાર અને ડૉક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application