કેન્દ્રીય કેબિનેટે સોમવારે કૃષિ ક્ષેત્રને લગતી સાત મોટી યોજનાઓને મંજૂરી આપી છે. સરકાર આ યોજનાઓ પર લગભગ 14,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ યોજનાઓમાં રૂ. 2,817 કરોડનું ડિજિટલ કૃષિ મિશન અને પાક વિજ્ઞાન માટે રૂ. 3,979 કરોડની યોજનાનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે કેબિનેટ દ્વારા આ નિર્ણયોને લીલી ઝંડી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 2,291 કરોડના એક કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, પશુધનના ટકાઉ સ્વાસ્થ્ય અને તેમના ઉત્પાદન માટે રૂ. 1,702 કરોડની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.
આ સિવાય કેબિનેટે બાગાયતના ટકાઉ વિકાસ માટે 860 કરોડ રૂપિયાની બીજી મોટી યોજનાને લીલી ઝંડી આપી છે. આ સિવાય કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને મજબૂત કરવા માટે રૂ. 1,202 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ત્યારે કુદરતી સંસાધનોના સંચાલન સાથે સંબંધિત યોજના પર 1,115 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. તમામ સાત યોજનાઓમાં કુલ રૂ. 13,960 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર-મુંબઇ દૈનિક ફલાઇટનું પુન: આવાગમન શરૂ, મુસાફરોમાં હાશકારો
May 15, 2025 01:26 PMજામનગર શહેરમાં વિદેશી દારૂ અંગે એલસીબીના બે દરોડા
May 15, 2025 01:21 PMજામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ
May 15, 2025 01:20 PMજામનગર શહેરમાં રૂ. ૧.૮૧ કરોડની છેતરપીંડીના ગુનામાં વધુ એકની અટક
May 15, 2025 01:16 PMજામનગરમાં નદીના પટ્ટમાં આગામી દિવસોમાં દબાણ દૂર કરવામાં આવશે, ૧૯૦ જેટલા અરજદારોને નોટિસ
May 15, 2025 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech