અષાઢી આનંદ: ભાદર-૨ સહિત ૭ ડેમ છલકાયા

  • June 30, 2023 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી મેઘસવારી વરસતા કુલ ૮૪માંથી ૪૭ ડેમમાં એક ફુટથી ૧૬ ફૂટ સુધી નવા નીરની ધીંગી આવક થઈ છે અને ભાદર-૨ સહિત સાત ડેમ ઓવરફ્લો થયા છે જેમાં (૧) ધોરાજીના ભુખી ગામ પાસેનો ભાદર-૨ ડેમ (૨) મોરબી જિલ્લાના જુના સાર્દુળકા ગામ પાસેનો મચ્છુ-૩ ડેમ તથા (૩) મોરબીનો બ્રાહ્મણી-૨ ડેમ (૪) જેતપુરના ચારણ સમઢીયાળા ગામ પાસેનો સુરવો ડેમ, જામનગર જિલ્લામાં (૫) કંકાવટી, (૬) રૂપારેલ અને (૭) ઉમિયાસાગર સહિતના ત્રણ ડેમ મળી કુલ સાત ડેમ છેલ્લા ૨૪ કલાકમાં ઓવરફ્લો થયા છે તેમ રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ કન્ટ્રોલ રૂમના સૂત્રોએ જણાવ્યું હતું.
​​​​​​​
વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ કન્ટ્રોલ રૂમના સૂત્રોએ ઉમેર્યુ હતું કે ગત સવારથી આજે સવારે સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં કુલ ૮૪માંથી ૪૭ ડેમમાં એક ફુટથી ૧૬ ફૂટ સુધી નવા નીરની આવક થઇ છે જેમાં રાજકોટ જિલ્લામાં મોજ ડેમમાં ૭ ફૂટ, ફોફળમાં ૮ ફૂટ, વેણુ-૨માં ૨ ફૂટ, આજી-૧માં ૦.૨૦ ફૂટ, આજી-૨માં એક ફૂટ, આજી-૩માં ૦.૨૫ ફૂટ, સોડવડરમાં ૩ ફૂટ, સુરવોમાં સૌથી વધુ ૧૬.૨૪ ફૂટ (ઓવરફ્લો, ત્રણ દરવાજા ખોલાયા), ડોંડીમાં ૩.૨૮ ફૂટ, વેરીમાં ૦.૨૫ ફૂટ, ન્યારી-૧માં ૦.૧૬ ફૂટ, ન્યારી-૨માં ૦.૩૩ ફૂટ, મોતીસરમાં દોઢ ફૂટ , ફાળદંગ બેટીમાં બે ફૂટ, લાલપરીમાં ૧.૩૧ ફૂટ, છાપરવાડી-૨માં ૧૪.૪૪ ફૂટ, ઇશ્વરીયામાં ૮.૮૬ ફૂટ, ભાદર-૨માં ૬.૪૦ ફૂટ (ઓવરફ્લો), માલગઢમાં ૧.૧૫ ફૂટ નવા નીરની આવક થઈ છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં મચ્છુ-૧માં ૨.૩૦ ફૂટ, મચ્છુ-૨માં ૧.૯૦ ફૂટ, મચ્છુ-૩ ઓવરફ્લો (બે દરવાજા એક મિટર ખોલાયા), ડેમી-૧માં ૦.૨૦ ફૂટ, ડેમી-૨માં ૦.૧૬ ફૂટ, ઘોડાધ્રોઇમાં એક ફૂટ, બંગાવડીમાં ૦.૩૩ ફુટ, બ્રાહ્મણીમાં ૧.૧૨ ફૂટ (ઓવરફ્લો), બ્રાહ્મણી-૨માં ૧.૧૫ ફૂટ (ઓવરફ્લો, એક દરવાજો ખોલાયો) પાણીની આવક નોંધાઇ છે. જ્યારે જામનગર જિલ્લામાં ફુલઝર-૧માં ૦.૨૩ ફૂટ, ઉન્ડ-૩માં ૦.૩૬ ફૂટ, આજી-૪માં એક ફુટ, ઉન્ડ-૧માં અડધો ફૂટ, વાડીસંગમાં સાડા પાંચ ફૂટ, ફુલઝર (કો.બા.)માં અડધો ફૂટ, વગડીયામાં ૦.૨૬ ફૂટ નવા પાણીની આવક થઈ છે. સપડા ડેમ અગાઉ ઓવરફ્લો થઈ ચૂક્યો છે, જ્યારે કંકાવટી, રૂપારેલ અને ઉમિયા સાગર સહિતના ત્રણ ડેમ પહેલી વખત ઓવરફ્લો થયા છે. દ્વારકા જિલ્લામાં ઘી ડેમમાં ૦.૩૩ ફૂટ, વર્તુ-૨માં અડધો ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ભોગાવો-૧ (નાયકા) ડેમમાં ૦.૩૦ ફૂટ, લીંબડી ભોગાવો-૧માં ૧૧.૯૧ ફૂટ, ફલકુંમાં ૦.૧૬ ફૂટ, મોરસલમાં ૭.૭૧ ફૂટ, ત્રિવેણી ઠાંગામાં ૧૧.૪૮ ફૂટ, નિમભણી ડેમમાં ૧.૯૭ ફૂટની આવક થઈ છે. તદ્દઉપરાંત પોરબંદરના સોરઠી ડેમમાં ૧૨.૫૩ ફૂટ અને અમરેલી જિલ્લાના સંકરોલી ડેમમાં ૮.૦૧ ફૂટ નવા નીરની આવક નોંધાઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application