હૈદરાબાદના સાંસદ તેમજ ઓલ ઇન્ડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખશે અને ભાજપ તેમજ કોંગ્રેસને ટક્કર આપશે.
એઆઈએમઆઈએમના ગુજરાત પ્રદેશ પ્રમુખ પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠક પર ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ ઉમેદવાર ઉભા રાખશે. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધનને લઈને એઆઈએમઆઈએમ ઉમેદવાર ઊભા રાખી વોટ કાપી શકે છે.
ગુજરાતમાં બે લોકસભા બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે. યુપી-બિહાર, મહારાષ્ટ્રની સાથે હવે પાર્ટી ગુજરાતમાં પણ પોતાની હાજરીનો અનુભવ કરાવશે. પાર્ટીએ મહારાષ્ટ્રમાં છ સીટો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. પાર્ટીએ કહ્યું છે કે, એઆઈએમઆઈએમ રાજ્યની બે અત્યંત મહત્વની બેઠકો પર પોતાની હાજરી નોંધાવશે. જેમાં ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. ગાંધીનગર બેઠકનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરે છે. ભરૂચ બેઠક પર પણ ભાજપનો કબજો છે. ૩૫ વર્ષ પહેલા અહીં કોંગ્રેસના અહેમદ પટેલ સાંસદ હતા. ગુજરાત એકમના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાએ જણાવ્યું હતું કે અમારા કેન્દ્રીય નેતૃત્વએ ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠકો પરથી પક્ષના ઉમેદવારો ઊભા કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભરૂચ અને ગાંધીનગર બંને વિસ્તારોમાં નોંધપાત્ર પ્રમાણમાં મુસ્લિમ વસ્તી છે. કાબલીવાલાએ કહ્યું કે તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો ગમે તે હોય આ ચૂંટણીએઆઈએમઆઈએમ કાર્યકર્તાઓને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી અને ૨૦૨૬માં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે તૈયાર કરશે.
ભાજપે ફરી ભરૂચ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ઉમેદવાર બનાવ્યા છે, જેનો સામનો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા સાથે થશે. ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે ૭ મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. એઆઈએમઆઈએમની જાહેરાત બાદ ભરૂચ બેઠક પર મહત્તમ ઉમેદવારો હોવાની શક્યતાઓ વધી ગઈ છે. આ બેઠક પર આદિવાસી નેતા છોટુ વસાવાએ ઉમેદવાર ઉતાર્યા હોવાની પણ ચર્ચા છે.
ભરૂચમાં આઈએમઆઈએમની એએન્ટ્રીભાજપને સીધું નુકસાન કરશે. આ બેઠક પર આપના ઉમેદવારો મુસ્લિમોના મત મેળવશે તો જ ભાજપને ટક્કર આપી શકે છે. જો તેમની વચ્ચે વિભાજન થાય તો ભાજપ માટે મુશ્કેલ થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech