વિવિધ ટેલિકોમ કંપ્નીઓ દ્વારા કરવામાં આવેલા મોબાઈલ ટેરિફમાં થયેલા વધારાથી સરકારી કંપ્ની બીએસએનએલને ફાયદો થઈ રહ્યો છે. ટેરિફમાં વધારો કયર્િ પછી, જુલાઈ મહિનામાં બીએસએનએલ એકમાત્ર ટેલિકોમ કંપ્ની હતી, જેણે આ સમયગાળા દરમિયાન ગ્રાહકોની સંખ્યામાં વધારો કર્યો હતો.રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી ટેલિકોમ કંપ્નીઓને ગ્રાહકોની સંખ્યાનું નુકશાન થયું છે. રિપોર્ટ અનુસાર જુલાઈ મહિના દરમિયાન સરકારી ટેલિકોમ કંપ્ની બીએસએનએલના ગ્રાહકોની સંખ્યામાં 29.4 લાખથી વધુનો વધારો થયો છે. જુલાઈ મહિનામાં, બીએસએનએલ એકમાત્ર ટેલિકોમ કંપ્ની હતી જેના ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો હતો.
બીજી તરફ એરટેલને સૌથી વધુ 16.9 લાખ મોબાઈલ સબસ્ક્રાઈબરોનું નુકસાન થયું છે. એ જ રીતે, વોડાફોન આઈડિયાના ગ્રાહકોની સંખ્યામાં 14.1 લાખનો ઘટાડો થયો છે અને રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યામાં 7.58 લાખનો ઘટાડો થયો છે, એકંદર ટેલિકોમ ઉદ્યોગની વાત કરીએ તો, જુલાઈ મહિનામાં ગ્રાહકોનો આધાર થોડો ઘટીને 120.517 કરોડ થયો છે. એક મહિનામાં તે 120.517 કરોડ રૂપિયા હતો.
ટેલિકોમ કંપ્નીઓએ હાલમાં જ મોબાઈલ સેવા મોંઘી કરી દીધી હતી. મોબાઈલ ટેરિફમાં વધારો 1 જુલાઈથી લાગુ કરવામાં આવ્યો હતો. તે પછી જુલાઈમાં ટેલિકોમ કંપ્નીઓને યુઝર્સની ખોટ સહન કરવી પડી. તે સમયે ટેલિકોમ કંપ્નીઓએ મોબાઈલ ટેરિફમાં 10 થી 27 ટકાનો વધારો કર્યો હતો. માત્ર બીએસએનએલએ મોબાઈલ ટેરિફમાં વધારો કર્યો નથી.
ટેરિફમાં વધારો કયર્િ પછી, નોર્થ-ઈસ્ટ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મુંબઈ, કોલકાતા, તમિલનાડુ, પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ, યુપી ઈસ્ટ, હરિયાણા અને આંધ્રપ્રદેશ ટેલિકોમ સર્કલમાં મોબાઈલ યુઝર બેઝમાં ઘટાડો થયો છે જુલાઈ મહિનામાં લાઇન કનેક્શન સેગમેન્ટમાં યુઝર્સની સંખ્યા લગભગ 1 ટકા વધીને 355.6 લાખ થઈ છે. એક મહિના પહેલા તેમની સંખ્યા 351.1 લાખ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે 25 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું
February 04, 2025 05:45 PMપીપરટોડા-હરીપર રોડના કામમાં કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા સરપંચ
February 04, 2025 05:08 PMદ્વારકા નગરપાલિકામાં મતદાન પૂર્વે જ ભાજપનો નવ બેઠક પર કબ્જો: બીનહરીફ
February 04, 2025 05:02 PMખંભાળિયામાં હૃદયરોગના હુમલાથી યુવાન સહિત બેના ભોગ લેવાયા
February 04, 2025 04:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech