ફટાકડા ફૂટતા જ કેમેરા ફ્લેશ,આભમાં તીતલી અને મોર સોળ કલાએ ખીલશે

  • October 30, 2023 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવાળી ઢુંકડી આવતાની સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાંજ પડે અને ચાંદલિયા અને રોલ પટ્ટીના અવાજ સાથે રાત્રે ફટાકડા ફૂટવાનું શરૂ થઈ જાય છે. જોકે આ વર્ષે નવરાત્રીમાં દિવાળીનો માહોલ આતશબાજી સાથે સર્જાયો હતો. ગત વર્ષે 15 કરોડ ના ફટાકડા શહેરીજનોએ ફોડ્યા હતા ત્યારે આ વર્ષે પણ કરોડો રૂપિયાની આતશબાજી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.


રાજકોટમાં ફટાકડાના વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ ફટાકડામાં બાળકો અને મોટાઓ માટે પણ અવનવી વેરાઈટી આવી છે જેમાં 200 પ્રકાર ના અલગ અલગ ફટાકડા જમીની અને આસમાની આતશબાજી નો સમાવેશ થાય છે. દિવાળી પહેલા છઠ્ઠા મહિને હોલસેલર ના વેપારીઓ ને ત્યાંથી રિટેલર અને સીઝન સ્ટોરના ધંધાર્થીઓ દ્વારા સ્ટોક કરી દેવામાં આવતો હોય છે જેની સામે આ વખતે હજુ 25% માર્કેટ ડાઉન ચાલી રહ્યું છે તેનું અનુમાન કરતા વેપારીઓ જણાવ્યું હતું કે હાલમાં બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે તેમજ હજુ મહિનાનો આખર તબક્કો ચાલી રહ્યો હોવાથી વ્યાપક પ્રમાણમાં ખરીદી પર બ્રેક લાગી ગયો છે જોકે નવેમ્બર મહિનાની શરૂઆતમાં એટલે કે દિવાળીના અઠવાડિયા પહેલા જ ફટાકડાની ધૂમ ખરીદી થાય તેવો અનુમાન છે.

આ વર્ષે શૂટર ગન, ફ્લેર ગન ,મશીન ગન સિગ્નલ ગન કેમેરા ફ્લેશ જેવી આઈટમ બાળકો માટે આવી છે જેમાં કેમેરા ફ્લેશ ગન દ્વારા ફ્લેશલાઇટ જોવા મળશે અને મશીન ગન દ્વારા ફટાકડાની ગોળી ઓ ફૂટશે, આ ઉપરાંત બાળકોના મનોરંજન માટે મ્યુઝિકલ ક્રેકર જે દર વર્ષે આવે છે તેનું ખાસ આકર્ષણ ભૂલકાઓમાં રહેલું છે આ ઉપરાંત આકાશી આતશબાજીમાં દર વર્ષની જેમ બટરફ્લાય અને આ વર્ષે પીકોક છે જેમાં ફટાકડા ફોટાની સાથે જ મોર જે રીતે કળા કરે તે મુજબ ફટાકડા માંથી રંગબેરંગી મોર પંખ જોવા મળશે. તેમજ સી કાર્ટુન અને સેવન ફંકશન, ગોલ્ડન ફાઉન્ટન ઉપરાંત જે વર્ષોથી ફટાકડા ફૂટે છે જેમ કે ભોય ચકરી, દાડમ, રોકેટ, લવિંગિયા, લક્ષ્મી છાપ અને સુતરી બોમ્બ સહિત 200 થી વધુ પ્રકારના ફટાકડાઓ રાજકોટની બજારમાં આવી ગયા છે. રાજકોટમાં મોટા પાયે શિવકાશીથી ફટાકડા આવે છે. નવરાત્રી પહેલાથી જ રિટેલર અને સીઝન સ્ટોરના ધંધાથીઓ ફટાકડાઓની ખરીદી શરૂ કરી દે છે જો કે આ વખતે હજુ ધીમી ગતિએ ખરીદી શરૂ થઈ છે પરંતુ વેપારીઓને આશા છે કે આગામી અઠવાડિયામાં ફટાકડાનું વેચાણ દર વર્ષ કરતાં પણ વધારે રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application