રીલીઝ થતાની સાથે જ 'શૈતાન'ની બોક્સ ઓફિસ પર કમાલ

  • March 09, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રીલીઝ થતાની સાથે જ 'શૈતાન'ની  બોક્સ ઓફિસ પર કમાલ

પહેલા જ દિવસે કરી જાદુઇ કમાણી, 2024માં ટોપ 2માં સામેલ


અજય દેવગન અને આર માધવન સ્ટારર હોરર ફિલ્મ 'શૈતાન' પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ હિટ થઈ ગઈ અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.


કિરણ રાવના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'લાપતા લેડીઝ' એ દર્શકોના દિલ જીતી લીધા. ખૂબ જ ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી હતી. માત્ર એક અઠવાડિયાના કલેક્શન સાથે 'લાપતા લેડીઝ' એ ધૂમ મચાવી હતી. પરંતુ હવે ફિલ્મનો બિઝનેસ ઘટી રહ્યો હોવાનું લાગી રહ્યું છે અને ફિલ્મની કમાણી માત્ર થોડાક લાખમાં આવી ગઈ છે. એક  રિપોર્ટ અનુસાર, 'લાપતા લેડીઝ' એ સાતમા દિવસે 0.6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આઠમા દિવસના પ્રારંભિક આંકડાઓ સામે આવ્યા છે, જે મુજબ ફિલ્મે માત્ર 0.65 કરોડની કમાણી કરી છે. આ કલેક્શન રિલીઝ થયા પછી ફિલ્મનું સૌથી ઓછું કલેક્શન છે. આ સાથે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ફિલ્મનો કુલ બિઝનેસ 6.7 કરોડ રૂપિયા થઈ ગયો છે

આજે 8 માર્ચે અજય દેવગન અને આર માધવન સ્ટારર હોરર ફિલ્મ 'શૈતાન' પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મ હિટ થઈ ગઈ અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. લાપતા લેડીઝ નો ઘટતો બિઝનેસ સૂચવે છે કે કિરણ રાવની ફિલ્મ 'શૈતાન'ની રિલીઝને કારણે અસર થઈ છે.

'લાપતા લેડીઝ'નું નિર્માણ આમિર ખાને કર્યું છે. ફિલ્મમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ, રવિ કિશન અને છાયા કદમ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. 'લાપતા લેડીઝ'ની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મ બે દુલ્હનની અદલાબદલી પર આધારિત છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application