રાજ્યમાં 10 જુલાઈની સ્થિતીએ કુલ 223.37 મી.મી. વરસાદ, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર જમીનમાં થયું વાવેતર

  • July 10, 2024 08:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરિસ્થિતી વિશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફિંગ દરમિયાન માહિતી આપી હતી. 10 જૂલાઈની સ્થિતીએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો છે. 


કૃષિ પાકોની વાવેતરની સ્થિતી અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે, 47.04% જમીનમાં વાવેતર થયું છે. જેમાં મગફળીના પાકનું 14.09 લાખ હેક્ટરમાં, કપાસના પાકનું 18.60 લાખ હેક્ટરમાં, તેલીબીયાનું 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. 


રાજ્યમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરિસ્થિતી 

- રાજ્યમાં 10 જુલાઈની સ્થિતીએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો

- ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે 47.04% જમીનમાં વાવેતર થયું

- મગફળીનું 14.09 લાખ હેક્ટરમાં, કપાસનું 18.60 લાખ હેક્ટરમાં, તેલીબીયાનું 18.75 લાખ હેક્ટરમાં વાવેતર

- ખરીફ 2024 ઋતુમાં મુખ્ય પાકો બિયારણની જરૂરિયાત સામે પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ

- 13,20,240 ક્વિન્ટલ બિયારણની જરૂરિયાત સામે  15,45,065 ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ


સરેરાશ 25.30% વરસાદ

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરિસ્થિતી વિશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં તા.10 જૂલાઈની સ્થિતીએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરાશ વરસાદના 25.30% છે. જેમાં રાજ્યના 89 તાલુકાઓમાં 51થી 125 મી.મી., 82 તાલુકાઓમાં 126થી 250 મી.મી., 54 તાલુકાઓમાં 251 થી 500 મી.મી. જ્યારે 24 તાલુકાઓમાં 501 થી 1000 મી.મી. વરસાદ નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News