ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો થાય છે,ત્યારે પોરબંદર શહેર અને ગ્રામ્યપંથકમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં ભરખમ વધારો થતા આરોગ્ય તંત્રએ નકકર કાર્યવાહી કરવા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,પોરબંદર જિલ્લા સહિત ગુજરાતમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ ઘેડ અને બરડાના ગામડાઓમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.પોરબંદર શહેર કરતા ગ્રામ્યપંથકમાં આવા મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે મચ્છરજન્ય બિમારીએ જાણે માથું ઉચક્યું છે અને ડેન્ગ્યુ,મેલેરિયા ચિકનગુનિયાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે,સપ્ટેમ્બરના દસ દિવસમાં પોરબંદર સહિત ગુજરાત રાજયમાં ડેન્ગ્યુના ૨૬૫૦ થી વધુ મેલેરિયાના, ચિકનગુનિયાના ૨૮૮ થી વધુ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે,આ ઉપરાંત ડેન્ગ્યુને કારણે અનેક જગ્યાએ લોકો મોતને પણ ભેટી રહ્યા છે.
હાલ વાયરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય બિમારીના કેસમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ગ્રામ્યપંથકમાં ઘરે-ઘરે કોઈને વાયરલ ઇન્ફેક્શનથી લઈને ડેન્ગ્યું,મેલેરિયાની બિમારી ધરાવે છે.પોરબંદરમાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે. જેથી ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે,ત્યારે પોરબંદરના આરોગ્ય તંત્રએ ગ્રામ્ય પંથકમાં સી.એસ.સી. અને પી.એસ.સી. સેન્ટરમાં જરી તબીબી સેવા બહોળા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા અને જર જણાય ત્યાં ડી.ડી.ટી. અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું છે.તેમજ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે,તાવ આવે તો તેને સામાન્ય ન ગણવો અને તાત્કાલિક ચેકઅપ કરાવવું જેથી કોઈ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેમજ ઘરમાં બિનજરી પાણીનો સંગ્રહ ન કરવો,ઘર પાસે બિનજરી કચરો કે અઘોચર હોય તેને દુર કરવી અને શુદ્ધ અને સાત્વિક ભોજન લેવાનો આગ્રહ રાખવો તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech