જો કે તે આમ મજાકમાં કરતો હોવાનું ઉમેર્યું, છતાં આ નિવેદનને સૂચક ગણી શકાય
અનન્યા પાંડેએ શાહરૂખ ખાનના લાડકા પુત્ર આર્યન ખાન વિશે ચોકાવનારો અને મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે ઘણા સમય પહેલા મજાકમાં આર્યન ખાન તેને વીડિયો લીક કરવાની ધમકી આપતો હતો. જો કે, અભિનેત્રીએ એ પણ કહ્યું કે તે આ બધું મજાકમાં કહેતો હતો. પરંતુ અભિનેત્રીનું આ નિવેદન હવે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અનન્યા પાંડે બાળપણના મિત્રો છે. આ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે અને સાથે પાર્ટી પણ કરતા રહે છે. અનન્યાની સીટીઆરએલ સિરીઝ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ સિરીઝના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે કિંગ ખાનનો લાડકો પુત્ર (આર્યન ખાન) તેને તેના પ્રાઈવેટ વીડિયો લીક કરવાની ધમકી આપતો હતો. અભિનેત્રીનું આ નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
અનન્યા પાંડેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો નેટફ્લિક્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં તે ડિરેક્ટર વિક્રમાદિત્ય મોટવાની અને કોમેડિયન તન્મય ભટ્ટ સાથે વાત કરી રહી છે. આ વાતચીત દરમિયાન અભિનેત્રીએ કહ્યું- 'હું પહેલા ઘણા બ્લોગ બનાવતી હતી. આમાં હું દિવસભર જે કંઈ કરું અને શું ખાઉં છું તે બધું રેકોર્ડ કરતી હતી. પરંતુ પોસ્ટ કરતી નહોતી. ફોટોબૂથ હમણાં જ એપલમાં આવ્યું છે. તેથી હું સુહાના અને શનાયા આવી વાતો રેકોર્ડ કરતા. પરંતુ એકવાર આર્યનએ અમને ધમકી આપી હતી કે જો અમે તેના માટે કામ નહીં કરીએ તો તે તેનો પ્રાઈવેટ બ્લોગ અને તમામ વીડિયો લીક કરી દેશે.
અનન્યા પાંડેએ કહ્યું કે 'અમે ત્રણેય ઘણીવાર મસ્તી કરતા હતા. આર્યનની આ બધી વાતો બાળપણની મજાક હતી બીજું કંઈ નહીં. આ સાથે અભિનેત્રીએ કહ્યું કે ઓનલાઈન સેફ્ટી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આના પર તન્મયે કહ્યું કે કોઈને આર્યન સાથે વાત કરવી જોઈએ. આર્યન ખાન સુહાનાનો મોટો ભાઈ છે. બંનેનો એક નાનો ભાઈ અબરામ પણ છે.
સુહાના ખાનને શનાયા કપૂર અને અનન્યા પાંડે સાથે ગાઢ મિત્રતા છે. સુહાના અને અનન્યાએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે, જ્યારે શનાયા તેના ફિલ્મ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે અને ટૂંક સમયમાં ડેબ્યૂ કરશે. આર્યન ખાને તેના મિત્ર અને બિઝનેસ પાર્ટનર બંટી સિંહ સાથે લક્ઝરી લાઈફસ્ટાઈલ બ્રાન્ડ લોન્ચ કરી છે. તેના બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન પોતે છે. આ કંપની ખૂબ જ મોંઘા કપડા બનાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech