જામનગર આર્યસમાજ સંચાલિત શાળાની અલગ-અલગ ક્ષેત્રમાં તેમનું નામ રોશન કરી રહેલી પૂર્વ વિદ્યાર્થીની બહેનો પૈકી સાત બહેનોનું આર્ય આભા પુરસ્કારથી સન્માન
આર્યસમાજ જામનગર સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયનો 78 મો સ્થાપના દિવસ ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને સમારોહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.
શાળાની અલગ-અલગ ક્ષેત્રમાં તેમનું નામ રોશન કરી રહેલી પૂર્વ વિદ્યાર્થીની બહેનો પૈકી સાત બહેનોનું આર્ય આભા પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.
આર્ય આભા તરીકે ડો. સ્નેહાબેન વઢવાણા, શ્રધ્ધાબેન દવે, મીતાબેન ચગ, કૃપાબેન અંબારીયા, ધર્મિષ્ઠાબા ગોહિલ, આરતીબેન નાંઢાનું ઉપવસ્ત્ર, સન્માનપત્ર, શુભેચ્છા ભેટ તેમજ પુસ્તક ભેટથી સન્માન કરવામાં આવેલ હતું.
આ સન્માન આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, માનદ્મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ વિનોદરાય નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાયર્િ પ્રફુલ્લાબેન પડીયા અને પ્રાથમિક વિભાગના આચાયર્િ સંગીતાબેન મોતીવરસ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના ટ્રસ્ટી કરશનભાઈ ડાંગર, રતનબાઇ કન્યા વિદ્યાલય અને ગંગાજળા વિદ્યાપીઠ અલીયાબાડાના ટ્રસ્ટી દિલીપભાઈ આશર, જી. ડી. શાહ હાઇસ્કૂલના ટ્રસ્ટી જતીનભાઈ શાહ અને જામનગર જીલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરાના હસ્તે કરવામાં આવેલ હતું.
આર્ય આભા તરીકે પુરસ્કૃત ડો. સ્નેહાબેન વઢવાણા અને ધર્મિષ્ઠાબા ગોહિલ દ્વારા તેમના પ્રતિભાવો વ્યકત કરવામાં આવેલ હતા.
આ પ્રસંગે સ્વાગત-પ્રવચન અને સંસ્થા શાળાનો પરિચય આચાયર્િ પ્રફુલ્લાબેન પડીયા દ્વારા આપવામાં આવેલ હતો. અધ્યક્ષીય ઉદ્દબોધન સભાના અધ્યક્ષ દીપકભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવેલ હતું, તેમજ આભારદર્શન આર્યસમાજ જામનગરના ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં આર્યસમાજ જામનગરના અંતરંગ સદસ્યો, ધીરજલાલ નાંઢા, ભરતભાઈ આશાવર, અરવિંદભાઈ મહેતા, હરીશભાઈ મહેતા, જયેશભાઈ મહેતા, પ્રભુલાલ જેઠાલાલ મહેતા, વિજયભાઈ ચૌહાણ, રામભાઈ બરછા, સતપાલજી આર્ય, વિશ્વાસભાઈ ઠક્કર, આશાબેન ઠક્કર, જયશ્રીબેન મહેતા, સુનીતાબેન ખન્ના, સભાસદો, શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયનો સમગ્ર શિક્ષક ગણ, વિદ્યાર્થીનીઓ, કર્મચારીઓ અને સેવક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર અને માનદ્મંત્રી નરેન્દ્રભાઈ મહેતા અને પ્રફુલ્લાબેન પડીયાના માર્ગદર્શન હેઠળ સંપન્ન કરવામાં આવેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech