અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં ખાલી કરશે સીએમ નિવાસ, દિલ્હીમાં અહીં હશે નવું રહેણાંક

  • September 28, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું, ત્યારે તેઓ હવે ટૂંક સમયમાં સિવિલ લાઇન્સમાં 6, ફ્લેગસ્ટાફ રોડ ખાતેના મુખ્ય પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરશે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, કેજરીવાલ માટે નવી દિલ્હી વિસ્તારમાં નવા નિવાસની શોધ કરવામાં આવી રહી છે, જે તેમના વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવે છે. અરવિંદ કેજરીવાલે અગાઉ કહ્યું હતું કે, તેઓ શ્રાદ્ધ પક્ષની સમાપ્તિ અને નવરાત્રિની શરૂઆત પછી દિલ્હીના મુખ્યમંત્રી નિવાસસ્થાન છોડી દેશે.


દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમતી મળ્યા બાદ અને બીજી વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ કેજરીવાલ 2015થી મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને રહે છે. જંતર-મંતર પર એક જનસભાને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે એક દાયકાથી વધુ સમય સુધી દિલ્હીના મુખ્યમંત્રી હોવા છતાં તેમણે શહેરમાં પોતાનું ઘર ખરીદ્યું નથી.



જંતર-મંતર ખાતે કરાઈ જાહેરાત


ત્યારે તેમણે કહ્યું હતું કે, "થોડા દિવસોમાં હું સીએમ બંગલો છોડી દઈશ. આજે સીએમ બન્યાના 10 વર્ષ પછી મારી પાસે દિલ્હીમાં ઘર પણ નથી. ઘણા લોકો મને કહે છે કે તમે કેવા માણસ છો, તમે મુખ્યમંત્રી રહ્યા તમે 10 વર્ષમાં 10 બંગલા બનાવી શકતા હતા, મેં 10 વર્ષમાં કાંઈ કમાયું નથી ફક્ત તમારા પ્રેમ અને આશીર્વાદ કમાયા છે. આ પ્રેમના પરિણામે જ આજે જ્યારે આજે જ્યારે હું સરકારી ઘર છોડી રહ્યો છું ત્યારે દિલ્હીમાં ઘણા લોકો છે ભાડા વગર મને પોતાનું ઘર આપી રહ્યા છે. પિતૃપક્ષના અંત અને નવરાત્રિની શરૂઆત થતા જ હું સીએમ આવાસ છોડીને તમારા કોઈ પણના ઘરમાં આવી અને તમારી સાથે રહેવા લાગીશ.


અગાઉ ગાઝિયાબાદના કૌશામ્બી વિસ્તારમાં રહેતા હતા કેજરીવાલ


ડિસેમ્બર 2013માં પહેલીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનતા પહેલા કેજરીવાલ ગાઝિયાબાદના કૌશામ્બી વિસ્તારમાં રહેતા હતા. મુખ્યમંત્રી તરીકે તેઓ મધ્ય દિલ્હીમાં તિલક લેનમાં સ્થિત મકાનમાં રહેતા હતા. ફેબ્રુઆરી 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યા પછી, તેઓ ઉત્તર દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં 6, ફ્લેગસ્ટાફ રોડ ખાતેના નિવાસસ્થાને રહેવા ગયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application