નશાકારક સીરપ અંગે ડિવાઇએસપી દ્વારા આર્વેદીક મેડિકલ સ્ટોરના માલિકો યોજી બેઠક

  • December 02, 2023 05:43 PM 

નવસારીમાં બનેલી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા નશાકારક પ્રવાહી સીરપની ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. જે અંગે પોલીસ ભાવનગર સીટી ડી ડિવાઇએસપી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુર્વેદિક મેડિકલના માલિકો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.


ભાવનગર પોલીસ દ્વારા શહેર અને જિલ્લામાં નશાકારક પ્રવાહી સીરપ અંગે સઘન ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસે ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં નશાકારક પ્રવાહી સીરપની બોટલો ઝડપી લીધી હતી. જેકે આ અંગે જાગૃતિ માટે પોલીસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે સીટી ડિવાઇએસપી આર.આર.સીંઘાલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના આયુર્વેદિક મેડિકલ સ્ટોરના ડોક્ટર્સ, માલિકો તથા પાન-માવાની દુકાન અને ગલ્લા ધારકો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અને નશાકારક પ્રવાહી સીરપના લીધે યુવાવર્ગ તેમજ આ પીનું પીનારાઓને કેવા પ્રકારની નુકશાની થઇ શકે સહિતની બાબતો પર જાણકારી મેળવી આ અંગે વધુ જાગૃતતા ફેલાય નશાકારક પ્રવાહી સીરપનું વેચાણ બંધ થાય તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં સીટી ડિવાઇએસપી આર.આર.સિંઘાલ અને પોલીસ અધિકારીઓ તેમજ મેડિકલ સ્ટોર એસોસિએશનના પ્રમુખ સહીતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ એસોસિએશનના પ્રમુખ વતી પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે તે અંગેની બાંહેધરી પણ આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application