ખંભાળિયામાં વિવિધ જમાતના કલાત્મક તાજીયાઓ પડમાં આવ્યા

  • July 29, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના રાજમાર્ગો પર વિશાળ ઝુલુસ નીકળ્યું: સાંજે ટાઢા થશે: ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ખંભાળિયા શહેર તથા તાલુકામાં મહોરમના તહેવારોને અનુલક્ષીને ગત રાત્રે જુદા જુદા વિસ્તારોમાં અનેક જમાતના કલાત્મક તાજીયાઓ પડમાં આવ્યા હતા. ખંભાળિયામાં આકર્ષક રોશની સાથે રંગબેરંગી ડેકોરેશનવાળા તાજીયાઓ પડમાં આવ્યા હતા.
અહીંના ચાંદાણી જમાત, પંજા જમાત, પઠાણ જમાત, મેમણ જમાત, સંધી જમાત, મકરાણી જમાત, પીંજારા જમાત, માજોઠી જમાત, કુરેશી જમાત વિગેરે દ્વારા તૈયાર કરવામાં આવેલા આકર્ષક તાજીયાઓ ગત રાત્રે પડમાં આવ્યા છે.
આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના સલાયા, વાડીનાર, સહિતના ગામોમાં પણ વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે.સાંજે તાજીયા ઝુલુસના રુપે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરશે, જે રાત્રે ટાઢા કરવામાં આવશે. તહેવાર દરમિયાન અહીંના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા સ્ટાફ દ્વારા જરુરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
**
લાંબામાં કલાત્મક તાજીયાનું નીકળ્યું ઝુલુસ
મુસ્લિમ સમજમાં ચાલી રહેલ મહોરમ પર્વ નિમિતે ગઇકાલે લાંબાબંદર ગામે રાત્રે કોમી એકતાનું ઉદાહરણ પુ‚ં પાડવામાં આવ્યું હતું, હઝરત ઇમામ હુસેનની યાદમાં કલાત્મક તાજીયાના ઝુલુસમાં હિન્દુ ભાઇઓ પણ જોડાયા હતા.
**
મહોર્રમના તાજિયા: ભાટિયામાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ
ભાટીયા ગામમાં મહોરમના પર્વનીમિત્તે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હજરત ઈમામ હુસેનની યાદમાં મોહરમ નો પર્વ ભાટીયા ગામે આયોજિત કરવામાં આવેલ હતો જેમાં ભાટિયા ગ્રામ પંચાયતના સરપંચ કેવી ચાવડા જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ આંબલીયા ગૌશાળા સમિતિમાંથી પરેશભાઈ દાવડા ઇમરાન મોરીમાં ખમીસા ભાટિયાના મુસ્લિમ અગ્રણી અને દાતા જુસબભાઈ ખીરા અનવરભાઈ સમા બુખારીયા મસ્જિદના ઇમામ ઉપસ્થિત રહી જુલુસની સાથે ભાટિયા ગામની બજારોમાં સાથે રહી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડેલ હતું અરવિંદભાઈ આંબલીયા તરફથી વરસાદથી બચી શકાય તે માટે તાજીયા બનાવવામાં ડોમ મસ્જિદમાં આપેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application